- ભાવનગર મહાનગરપાલિકાએ 207 ભયજનક ઇમારતોને આપી છે નોટિસ
- નોટિસ આપનારી મહાનગરપાલિકાનું બિલ્ડિંગ અને શોપિંગ સેન્ટર જ જર્જરિત
- 27 ઇમારતો ઉતારી પણ મહાનગરપાલિકાની ઇમારત રીપેર કરવા હજુ માત્ર દરખાસ્ત જ
ભાવનગરઃ ભાવનગર શહેરમાં જર્જરિત એટલે કે ભયજનક ઇમારતો જોવા જઈએ તો વર્ષોથી 200ને પાર છે. જેમાં કોમ્પ્લેક્સ,જૂના રહેણાંકી મકાનો અને દુકાનો વગેરેનો સમાવેશ થાય છે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે આજદિન સુધીમાં માત્ર 27 બિલ્ડિંગ ઉતારવામાં સફળતા મેળવી છે બાકી હજુ યથાવત છે. નવાઈની વાત એ છે ખુદ મહાનગરપાલિકાનું બિલ્ડિંગ અને તેની ઇમારતો પણ જર્જરિત હાલતમાં છે
શું પગલાં ભર્યા મહાનગરપાલિકાએ
ભાવનગર શહેરમાં સાત લાખ કરતાં વધુ વસતી અને લાખો મકાનો વચ્ચે 207 જેટલી જર્જરિત જે ભયજનક બિલ્ડિંગમાં આવે છે. ચોમાસાનો સમય છે છતાં ભયજનક બિલ્ડિંગ ઉભી છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 207 ઇમારતોને નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં 27 બિલ્ડિંગ મકાનમાલિકો દ્વારા જાતે ઉતરાવી લેવામાં આવી છે જ્યારે બાકીની 180 બિલ્ડિંગને માત્ર નોટિસ આપીને મહાનગરપાલિકાનો એસ્ટેટ વિભાગ સંતોષ માની રહ્યું છે.
શહેરમાં જર્જરિત બિલ્ડિંગ કેમ ઉતરતી નથી
ભાવનગર મહાનગરપાલિકા ભયજનક બિલ્ડિંગને નોટિસ આપે છે પરંતુ મકાન માલિક હોતા નથી અને વધુ પડતા ભાડૂઆતોના કબજામાં છે. માલિક ન હોવાથી અને મકાન માલિક તેમજ ભાડૂઆત વચ્ચે કોર્ટ કેસના બખાડા હોવાથી મહાનગરપાલિકા માત્ર નોટિસ આપી શકે છે. બાકીની ઇમારતોને નોટિસ જ આપવામાં આવે છે. તેમાં પણ માલિકો મનમાં આવે ત્યારે બિલ્ડિંગો ઉતારે તો ઉતારે તેવી સ્થિતિ છે. મહાનગરપાલિકા કડકાઇથી કામ કરે તો જર્જરિત બિલ્ડિંગ પાડીને મકાન માલિક પાસેથી ખર્ચો પણ લઈ શકે છે પણ તેવું થતું નથી. અધિકારીઓનું આ બાબતે મૌન પાછળ ક્યાંક રાજકારણ કારણભૂત હોવાનું મનાય છે.
જર્જરિત મકાનની નોટિસ આપતી મહાનગરપાલિકાનું બિલ્ડિંગ જર્જરિત શુ પગલાં
ભાવનગર મહાનગરપાલિકાનું બંધાયેલું બિલ્ડિંગ ચાર માળનું છે અને આશરે 50 વર્ષ કરતા વધુ સમય થતા જર્જરિત થયું છે. ચોથા માળના બારીના છજા તૂટીને નીચે પડી રહ્યાં છે. મહાનગરપાલિકાના પટાંગણમાં ચાલતાં કેટલાક ભોગ પણ બનેલાં છે, છતાં હાલમાં માત્ર રીપેરીંગ દરખાસ્ત થઈ છે. માત્ર બિલ્ડિંગ નહીં, મહાનગરપાલિકાના કેટલાક શોપિંગ સેન્ટર પણ જર્જરિત છે. જે ભયજનકમાં હોઈ તેને નોટિસ આપવામાં આવી છે ત્યારે નિયમનું પાલન કરાવનાર નિયમ ભંગ કરે તો પ્રજાનો શું વાંક.
આ પણ વાંચોઃ Bhavnagar Municipal Corporationનું બિલ્ડિંગ જર્જરિત અને શહેરના જર્જરિત મકાનો માલિકોને આપે છે નોટિસ
આ પણ વાંચોઃ રાજકોટમાં 2466 મકાનો ભયજનક, મનપા દ્વારા કરાઈ કાર્યવાહી