- સ્કૂલ વાહનચાલકોની હાલત બની કફોડી
- વાહન ટેક્સ અને વાહન પાસિંગમાં રાહત આપવા માગણી
- સ્કૂલ વર્ધી એસોસિયેશનને વડાપ્રધાનથી લઈ મુખ્યપ્રધાનને પત્ર લખી કરી વિનંતી
- 18 મહિનાથી સ્કૂલ રિક્ષા અને વાન બંધ હોવાથી અમારી હાલત કફોડી બની: પ્રમુખ
- સ્કૂલ વર્ધીમાં 35થી 75 વર્ષના લોકો કામ કરે છે, વર્ધી બંધ હોવાથી હાલત ખરાબ થઈ
- સરકાર અમને સહાય કરે વર્ધિ શરૂ થયાં પછી અમે સરકારને નાણા પરત કરીશું
- રાજ્યના 80,000 અને અમદાવાદના 15,000 લોકો સ્કૂલ વર્ધીમાં જોડાયેલા છે
અમદાવાદઃ કોરોનાના કારણે મોટા મોટા ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. ત્યારે આમાંથી સ્કૂલ વર્ધીના વાહનચાલકો પણ બાકાત નથી. ત્યારે અમદાવાદના સ્કૂલ વર્ધી એસોસિએશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આ સાથે જ આ એસોસિએશને સ્કૂલ વર્ધીના વાહનચાલકોને વાહન પાસિંગ અને ટેક્સમાંથી રાહત આપવાની માગ કરી છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે, જેમાં સ્કૂલ વાહનચાલકોની હાલત કફોડી બની હોવાનો ઉલ્લેખ કર્યો છે. માર્ચ 2020થી સ્કૂલ બંધ હોવાથી સ્કૂલ વાહનચાલકોની આવક બંધ છે. ઘરનું ગુજરાન, ઘરના હપ્તા, વાહનોના હપ્તા તેમ જ બાળકોની ફી ભરવી વગેરેમાં મુશ્કેલી પડી રહી છે. સ્કૂલ વાહનચાલકોમાંથી કેટલાક વાહન ચાલકોએ વાહન પણ વેચી દીધા છે.
આ પણ વાંચો- સૌરાષ્ટ્રની સૌથી મોટી ઇમિટેશન માર્કેટમાં મંદી, 50 ટકા યુનિટ 2 મહિનાથી બંધ રહેતા 3 લાખ કારીગરો બેકાર
સ્કૂલ વર્ધીના વાહનચાલકો માટે અલગ બજેટ ફાળવવા માગ
આ તમામ પરિસ્થિતિ વચ્ચે સ્કૂલ વર્ધી એસોસિએશને તેમના માટે અલગ બજેટ ફાળવવા વિનંતી કરી છે. આ ઉપરાંત ડ્રાઈવર માટે આર્થિક પેકેજ જાહેર કરવાની પણ માગણી કરી છે અને સ્કૂલ વર્ધીના વાહનોને ટેક્સ તેમ જ પાસિંગ વિનામૂલ્યે કરી આપવા તેમ જ દસ્તાવેજોની 30 માર્ચ 2022 સુધી વધારી આપવા વિનતી કરી છે.
આ પણ વાંચો- માગ ન હોવાથી ટેક્સ્ટાઈલ માર્કેટના વેપારીઓ શ્રમિકોને નથી રાખી રહ્યા નોકરી પર
કેટલાકે વાહન વેચ્યા તો કેટલાકની સ્થિતિ વધુ કપરી બની
આ અંગે સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કેસ કોરોના શરૂ થયો ત્યારથી અમારી હાલત કફોડી બની છે. આવક બંધ થયા ગુજરાન ચલાવવા કેટલાક લોકોએ વાહન વેચ્યા તો કેટલાકે મકાન વેચ્યા પરંતુ હવે સ્થિતિ વધુ કપરી બની છે. ત્યારે આ પરિસ્થિતિમાં સરકાર દ્વારા સહાય આપવા વિનંતી છે અને વડાપ્રધાન, ગૃહપ્રધાનને પત્ર લખીને અમારા માટે બજેટ ફાળવીને સહાય આપવા વિનંતી કરી છે.