ETV Bharat / city

અમદાવાદની સંજીવની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં કરાયું ભગવાન ધનવંતરીનું પૂજન

આજે ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજાની સાથે ભગવાન ધન્વંતરિની પૂજા પણ કરવામાં આવે છે. ધન્વંતરિને આયુર્વેદના દેવતા માનવામાં આવે છે. અમૃત મેળવવા માટે દેવો અને દાનવોમાં જે સમુદ્ર મંથન થયું, તેમાંથી અમૃત કળશ લઈને ભગવાન ધન્વંતરિ પ્રગટ્યા. ભગવાન ધન્વંતરિ વિષ્ણુ સ્વરૂપ છે.સમગ્ર દેશમાં આયુર્વેદના તબીબો દ્વારા આ દિવસે આયુર્વેદના આદિપુરુષ ભગવાન ધન્વંતરિની પૂજા-અર્ચના કરવામાં આવે છે. અમદાવાદના પાલડી સ્થિત સંજીવની સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં આજે ભગવાન ધન્વંતરિની વિશિષ્ટ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હોસ્પિટલના મુખ્ય તબીબો સહિત હોસ્પિટલના સ્ટાફ દ્વારા પણ પૂજન અર્ચન કરાયું હતું.પૂજામાં ભગવાન ધન્વંતરિ વિશ્વમાંથી કોરોના દૂર થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. સાથે-સાથે નવા વર્ષે લોકોનું આરોગ્ય જળવાય અને દેશમાં આરોગ્યક્ષેત્રે સુખાકારી પ્રવર્તે તેવી પ્રાર્થના કરાઇ હતી.

અમદાવાદની સંજીવની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં કરાયું ભગવાન ધન્વંતરિનું પૂજન

author img

By

Published : Nov 13, 2020, 8:36 PM IST

ધનતેરસે સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં ધનવંતરી પૂજન

● કોરોના કાળમાં આયુર્વેદિક હોસ્પિટલો દ્વારા લાખો લોકોને વિનામૂલ્યે ઉકાળો અને દવાઓનું વિતરણ

● વિશ્વમાંથી કોરોના દૂર થાય તેવી ભગવાન ધનવંતરીને પ્રાર્થના

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના લોકડાઉનથી શરૂ કરીને આજ દિન સુધીમાં અંદાજિત 1 કરોડ 70 લાખ લોકોને અમૃત પેય ઉકાળા, 65 લાખ લોકોને શંસમની વટી વિનામૂલ્યે પૂરા પાડીને નાગરિકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના સઘન આયોજનો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા છે. જેના કારણે લોકોની રોગ પ્રતિકારક શક્તિ વઘી છે અને તેનાથી લોકોને કોરોના સામે પ્રતિકાર કરવામાં મદદ મળી છે.આયુર્વેદના પ્રણેતા ધન્વંતરિનો આજે પ્રાગટય દિનધનતેરસના દિવસે આયુર્વેદ શાસ્ત્રના પ્રણેતા અને પિતા તથા આરાધ્યદેવ ગણાતા ભગવાન ધન્વંતરિનો પ્રાગટ્ય દિવસ છે. જેને આપણે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે ઉજવીએ છીએ. જેના ભાગરૂપે આજે અમદાવાદમાં પાલડી ખાતે આવેલ સરકારી સંજીવની આયુર્વેદિક હોસ્પિટલ ખાતે પાંચમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી ધનવંતરી પૂજન દ્વારા કરવામાં આવી હતી.

અમદાવાદની સંજીવની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં કરાયું ભગવાન ધનવંતરીનું પૂજન

● સરકારી આયુર્વેદિક હોસ્પિટલો દરેક રોગની વિનામૂલ્યે કરી રહી છે સારવાર

આ પ્રસંગે નીલેશ વૈદ્યે જણાવ્યું હતું કે, રાજ્યના દરેક સરકારી આયુર્વેદિક દવાખાનામાં વિના મૂલ્યે તમામ રોગોની આયુર્વેદિક સારવાર કરવામાં આવી રહી છે. અત્યારે કોરોના કાળમાં સમગ્ર દેશ એક થઈને આ રોગ સામે ઝઝૂમી રહેલ છે. ત્યારે આપણે સૌ રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરીએ અને માસ્ક, સેનિટાઇઝિંગ અને સોસીયલ ડિસ્ટન્સનું પાલન કરીને તે ખૂબ મહત્વનું છે.

● આયુર્વેદના વૈજ્ઞાનિક પુરાવાઓનું દસ્તાવેજીકરણ કરાશે

નીલેશ વૈદ્યે જણાવ્યું હતું કે, આવનાર દિવસોમાં દીર્ધકાલીન જાહેર સ્વાસ્થ્યના પડકારો માટે અસરકારક સમાધાનો શોધવામાં આવશે અને આયુર્વેદની વૈશ્વિક સ્વીકૃતિ વધારવાની સાથોસાથ માનવ સંસાધન ઉભા કરાશે. તેમ જ આયુર્વેદના વૈજ્ઞાનિક પુરાવાઓનું દસ્તાવેજીકરણ કરવામાં આવશે નીલેશ વૈદ્યે જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં સંજીવની સરકારી હોસ્પિટલ અમદાવાદ ખાતે આવેલ તમામ દર્દીઓને રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે પ્રયાસો હાથ ધરીને દવા અને ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ છે. હોસ્પિટલમાં સરેરાશ 250 જેટલા દર્દીઓ સારવાર માટે આવે છે.

સ્ટાફ અને નાગરિકો પણ રહ્યાં ઉપસ્થિત

માર્ચ-2020થી આજ દિન સુધીમાં 2,49,000 ઉકાળાનું અને 32,582 રોગપ્રતિકારક ગોળી સંશમની વટીનું વિતરણ કરવામાં આવેલ છે. હોમિયોપથી વિભાગમાં પણ 17 હજાર જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવેલ છે. આ પ્રસંગે આયુર્વેદિક હોસ્પિટલના ડોક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, સ્થાનિક આગેવાનો તથા નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.