ETV Bharat / city

World Autism Awareness Day: બાળકોમાં થતા ઓટીઝમ ડિસઓર્ડરને હોમીઓપેથી સારવારથી કરી શકાય છે દૂર - મેડિકલ સાયન્સ

2 એપ્રિલના રોજ વિશ્વ ઓટીઝમ જાગરૂકતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ(United Nations) દ્વારા 2008થી આ પ્રથા શરૂ કરવામાં આવી છે. ઓટીઝમ એ બાળકોમાં થતા ડિસઓર્ડરનો એક પ્રકાર છે. બાળકના જ્ઞાનતંતુ, અંતઃસ્ત્રાવ અને પાચનક્રિયાને અસર કરતી બીમારીને ઓટીઝમ તરીકે ઓળખવામાં આવે છે.

World Autism Awareness Day: બાળકોમાં થતા ઓટીઝમ ડિસઓર્ડરને હોમીઓપેથી સારવારથી કરી શકાય છે દૂર

author img

By

Published : Apr 2, 2022, 1:48 AM IST

અમદાવાદ: વિશ્વભરમાં 2 એપ્રિલને વિશ્વ ઓટીઝમ જાગરૂકતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. જ્યારે સંપૂર્ણ એપ્રિલ મહિનાના ઓટીઝમ વિશે જાગરૂકતા ફેલાવાય છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા 2008થી આ પ્રથા શરૂ કરવામાં આવી છે. ઓટીઝમ એ બાળકોમાં થતા ડિસઓર્ડરનો(Disorders in children) એક પ્રકાર છે. બાળકના જ્ઞાનતંતુ(child's nerves), અંતઃસ્ત્રાવ અને પાચનક્રિયાને અસર કરતી બીમારીને(Diseases affecting digestion) ઓટીઝમ તરીકે ઓળખવામાં આવે છે.

ઓટીઝમ એ બાળકોમાં થતા ડિસઓર્ડરનો એક પ્રકાર છે. બાળકના જ્ઞાનતંતુ, અંતઃસ્ત્રાવ અને પાચનક્રિયાને અસર કરતી બીમારીને ઓટીઝમ તરીકે ઓળખવામાં આવે છે.

ઓટીઝમના લક્ષણો - બાળક જ્યારે 18 થી 24 મહિનાનું થાય છતાંય પોતાના પરિવારના તથા અન્યની સામે નજરના મીલાવે. તેને બોલાવવા છતાં તે સામે ના જોવે. બોલતા ના શીખે. સતત કોઈ વસ્તુ તરફ જોયા રાખે. એક જ જગ્યાએ ગોળ ગોળ ફર્યા કરે. સતત કૂદકા મારે, ચીસો પાડે. પોતાના હાથની આંગળીઓને સતત હલાવે રાખે. અન્ય સાથે ભળે નહીં. કારણ વગર હસ્યા કરે. ગંભીર બાબત પર હસે. વસ્તુઓને હાથમાં લઈને ફેંકી દે, તોડી નાખે. બીજાને ઈજા કરે વગેરે ઓટીઝમના લક્ષણો છે.

આ પણ વાંચો: World Tuberculosis Day: અમદાવાદ GIDC લેશે ટીબીના દર્દીને દત્તક લેશે

ઓટીઝમનું નિદાન કેવી રીતે કરવુ ? - ઓટીઝમના લક્ષણો(Symptoms of autism) જણાતા બાળકોના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. બાળકની ઉંમર જેટલી નાની તેટલી તેમાંથી બહાર આવવાની શક્યતા વધી જાય છે. સામાન્ય રીતે ઓટીઝમનું નિદાન ફક્ત મેડિકલ રિપોર્ટ દ્વારા થતું નથી. બાળકોના ડોક્ટર દ્વારા બાળકના ઉંમર પ્રમાણે થતાં શારીરિક અને માનસિક વિકાસનો અભ્યાસ કરીને તેનું નિદાન કરવામાં આવતું હોય છે.

ઓટીઝમ થવાના કારણો ? - વિશ્વ ઓટીઝમ થવાના ચોક્કસ તારણો ઉપર પહોંચ્યું નથી. પરંતુ મેડિકલ હિસ્ટ્રીના આધારે કેટલાક તારણો પર પહોંચ્યું છે. જેમાં માતાના ગર્ભાવસ્થા દરમિયાન માતા લાંબાગાળાના કોઈ સંક્રમણથી પીડિત હોય. માતાની અંતઃસ્ત્રાવી ગ્રંથીમાં હોર્મોનની અસમાનતા, થાઇરોઇડની ઉણપ, પર્યાવરણીય પ્રદૂષણ ,જિનેટિક ડિસઓર્ડર, કુટુંબના સભ્યોમાં ટી.બી.ની બીમારી, એપિલેપ્સી જેવા કારણો મુખ્ય છે.

વિશ્વમાં ઓટીઝમની સ્થિતિ - સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના(Disease Control and Prevention) જણાવ્યા પ્રમાણે દુનિયામાં જન્મ લેતા 68માંથી 1 બાળક ઓટીઝમથી પીડિત છે. આ આંકડો કેન્સર અને HIV જેવા રોગોથી પીડાતા બાળકો કરતા પણ વધુ છે.

આ પણ વાંચો: World Radio Day 2022 : રેડિયો કુદરતી આફતમાં સમાચાર સાથે મનોરંજન આપતું સૌથી સબળ માધ્યમ

ઓટીઝમની સારવાર - મેડિકલ સાયન્સમાં(Medical Science) કોઈ ચોક્કસ સારવાર નથી. પરંતુ હોમિયોપેથી દવાની સાથે આહાર નિયંત્રણ અને શારીરિક કસરત દ્વારા ઓટીઝમને ઠીક કરવામાં આવે છે. જો બાળકનું નિદાન ચાર વર્ષની ઉંમર પહેલા કરવામાં આવે તો તેને સામાન્ય થવાના સંજોગો 90 ટકા જેટલા ઊંચા હોય છે. જ્યારે ઓટીઝમથી પીડિત 10 ટકા જેટલા બાળકોમાં સુધાર લગભગ અશક્ય છે.

વિશ્વ ઝળહળશે વાદળી રોશનીથી - ઓટીઝમનો થીમ રંગ વાદળી( blue is theme of autism) છે. દુનિયાભરમાં 2 એપ્રિલના દિવસે જાણીતી ઇમારતો જેમ કે, ઓપેરા હાઉસ-સિડની, એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ-અમેરિકા, ગીઝાના પિરામિડ, પીઝાના ઢળતા મિનારા, બુર્જ ખલીફા, લંડન બ્રિજ વગેરે પર ઓટીઝમ અંગે જાગૃતિ ફેલાવવા વાદળી રોશની એક અઠવાડિયા સુધી કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.