ETV Bharat / city

અમદાવાદ: કોરોનાની વેક્સીનને લઈને કોર્પોરેશનની કામગીરી પુરજોશમાં - Gujarat state

કોરોનાની વેક્સીનને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે, આગામી સમયમાં ભારત સરકાર દ્વારા વેક્સીનનો જથ્થો આપવામાં આવે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. જેને લઈને અમદાવાદ કોર્પોરેશનનું હેલ્થ વિભાગ વ્યવસ્થામાં લાગી ગયું છે.

અમદાવાદ કોર્પોરેશન
અમદાવાદ કોર્પોરેશન
author img

By

Published : Dec 15, 2020, 5:01 PM IST

  • કોરોનાની વેક્સીનને લઈને કોર્પોરેશનની કામગીરી પુરજોશમાં
  • આગામી સમયમાં ભારત સરકાર વેક્સીનનો જથ્થો આપે તેવી શક્યતા
  • અમદાવાદ કોર્પોરેશનનું હેલ્થ વિભાગ વ્યવસ્થામાં લાગ્યું

અમદાવાદ: કોરોનાની વેક્સીનને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે, આગામી સમયમાં ભારત સરકાર દ્વારા વેક્સીનનો જથ્થો આપવામાં આવે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. જેને લઈને અમદાવાદ કોર્પોરેશનનું હેલ્થ વિભાગ વ્યવસ્થામાં લાગી ગયું છે.

કોરોનાની વેક્સીનને લઈને કોર્પોરેશનની કામગીરી પુરજોશમાં

અમદાવાદ શહેરના 76 જેટલા અર્બન હેલ્થ સેન્ટર પર સ્ટોરેજની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ તંત્ર દ્વારા વેક્સીન માટે પ્રથમ ફેઝમાં માં 50 હજાર લોકોનું લિસ્ટ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે. મહત્વનું છે કે, આ ડેટામાં તમામ વોરિયર્સ એટલે કે, જે લોકો કોરોના દરમિયાન કામગીરી કરતા હતા તેવા લોકોને પ્રથમ ફેઝમાં વેક્સીન આપવામાં આવશે. જે અંગેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

બુથ લેવલથી કામગીરી કરવામાં આવશે

મહત્વનું છે કે, વેક્સીનને લઈને તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આગામી થોડા દિવસોમાં વેકસીન મળવાની શક્યતાઓ છે. ત્યારે અમદાવાદમાં પણ વેક્સીન માટેની તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તમામ લોકોને વેકસીન મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા બુથ લેવલથી કામગીરી કરવામાં આવશે. મહત્વનું છે કે, મતદાનની કામગીરીઓની જેમ જ કોરોનાની વેક્સીન અંગેની કામગીરી થશે. કોરોનાની વેક્સીન માટે જે કામગીરી શરૂ કરાઇ છે, તે તમામ વ્યક્તિઓના કોન્ટેક નંબર પર મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે. તે સમય દરમિયાન તેમને વેકસીન આપવામાં આવશે.

તબક્કાવાર આપવામાં આવશે વેક્સીન

પ્રથમ ફેઝમાં હેલ્થ વર્કરો, ત્યારબાદ વોરિયર્સને અને ત્યારબાદ 50 વર્ષથી ઉપરના લોકોને વેક્સીન આપવામાં આવશે. જે અંગેની તમામ તૈયારીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા શરુ કરી દેવામાં આવી છે. તમામ લોકોનો ડેટા એકત્રિત કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં તંત્ર દ્વારા 50 હજારથી વધુ લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.