- પ્રેમીને કિંમતી વસ્તુઓની ભેટ આપવા ચોરી
- પત્નીએ કરી ઘરમાં ચોરી
- પતિએ ચોરીની ફરિયાદ નોંધાવતા ભાંડો ફૂટ્યો
- પોલીસે બે મહિલાની કરી ધરપકડ
- ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ અને પોલીસ તપાસમાં આરોપી સામે આવી ગયો
અમદાવાદ: પ્રેમીને કિંમતી વસ્તુઓની ભેટ આપવા પોતાના ઘરમાંથી ચોરી કરીનારી બંન્ને મહિલાને વટવા પોલીસે ધરપકડ કરી હતી. જેમણે પોતાના ઘરમાંથી ચોરી કરી જ્યારે 22 જુલાઈના રોજ એક બંગલોઝમાં ચોરી થઈ છે. તેવો કોલ પોલીસ કન્ટ્રોરૂમને મળ્યો હતો. જેના આધારે વટવા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. જેથી જ પોલીસને પ્રબળ શક્યતા હતી જ કે, ઘરની જ કોઈ વ્યક્તિ આ ચોરીમાં સંડોવાયેલી છે પરંતુ પોલીસ રાહ જોઈ રહી હતી. તો માત્ર યોગ્ય અને સાયન્ટિફિક પુરાવાઓની અને આખરે વટવા પોલીસને તમામ પુરાવાઓ મળી ગયા હતા. ચોરીમાં ફિંગરપ્રિન્ટ મળી આવતા તેની પૂછપરછમાં ચોરીનો ભેદ ઉકેલાયો હતો. આ ચોરીમાં 2 મહિલા આરોપી સામેલ હતી.
આ પણ વાંચો: મેઢાળા ગામની સીમમાં માતા-પુત્રની હત્યા કરી આરોપીઓ ફરાર
બોયફ્રેન્ડને આઈફોન ગિફ્ટ આપવા માટે ઘરમાંથી ચોરી
જ્યારે તપાસમાં સામે આવ્યું કે, પોતાના બોયફ્રેન્ડને આઈફોન ગિફ્ટ આપવા માટે ઘરમાંથી ચોરી કરી હતી. બોટાદના એક યુવક સાથે પ્રેમ સંબંધ થયા બાદ તેને ગીફત આપવા માટે આ કાર્ય કર્યું હતુ. ઉલ્લેખનીય છે કે, પોતાના જ ઘરમાં આ રીતે ચોરી કરવી તેને લઈને હાલ બન્ને મહિલાઓનો પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં એક દિવસમાં Murderના 3 બનાવ બનતા પોલીસે કાર્યવાહી હાથ ધરી
સમગ્ર મુદ્દમાલ જપ્ત કર્યો
વટવા પોલીસે ચોરી કેસમાં સમગ્ર મુદ્દમાલ જપ્ત કર્યો હતો, ત્યારે આરોપી મહિલા જેની સાથે પ્રેમ સંબંધ હતા. તેની પણ પૂછપરછ માટે વટવા પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો છે. આ ચોરી કેસમાં તેના પ્રેમીની ભૂમિકા સામે આવશે. તો પોલીસ તેની પણ ધરપકડ કરીને વધુ તપાસ કરશે.