- વેક્સિનેશન માટે 3થી 4 કિલોમીટર લાંબી લાગી લાઇન
- ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનમાં શહેરીજનોનો બહોળો પ્રતિસાદ
- રવિવારે 2000થી પણ વધારે લોકોને વેક્સિન આપવાનો છે લક્ષ્ય
અમદાવાદઃ કોરોનાની મહામારીમાં રાજ્યમાં સરકાર દ્વારા વેક્સિનેશન પર વધારે ભાર મુકવામાં આવી રહ્યો છે. ત્યારે, નારણપુરામાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે શરૂ કરવામાં આવેલા ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનમાં મોટી સંખ્યામાં લોકોનો બહોળો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે, રવિવારે રજાના દિવસે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકોની લાઇન લાગી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં સૌથી પહેલુ ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરૂ, મોટી સંખ્યામાં લાગી વાહનોની લાઇન
સંસ્થાનો 2000થી વધારે લોકોને વેક્સિન આપવાનો લક્ષ્ય
અમદાવાદ મનપા અને આશિર્વાદ ફાઉન્ડેશનના સહયોગથી શરૂ કરવામાં આવેલા ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન કાર્યક્રમના પહેલા દિવસે 1100થી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. રવિવારે રજાના દિવસે વેક્સિન લેવા માટે મોટી સંખ્યામાં લોકોની લાઇન લાગી હતી. આ સંસ્થાનો 2000થી વધારે લોકોને વેક્સિન આપવાનો લક્ષ્ય છે.
45 કરતા મોટી ઉંમરના લોકોને વેક્સિન
ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનમાં હાલમાં 45 કરતા મોટી ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં વેક્સિનનો વધારે જથ્થો આવતા 18 કરતા મોટી ઉંમરના લોકોને પણ વેક્સિન આપવામાં આવશે. પરંતુ, વેક્સિનની ઘટ હોવાના કારણે શરૂઆતના તબક્કામાં 45 કરતા મોટી ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો: રસીકરણની પ્રક્રિયાને વેગ આપવા કચ્છના વહીવટીતંત્રનો નવતર પ્રયોગ: ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન
ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનમાં શુ છે ફાયદો
આ કાર્યક્મ પહેલા RTPCR ટેસ્ટ માટે શરૂ કરવામાં આવ્યો હતો. જેંમાં મોટી સંખ્યામં લોકોનો પ્રતિસાદ જોવા મળ્યો હતો. જેને લઇને વેક્સિનેશનમાં પણ આ પ્રકારની સુવિધા શરૂ કરવામાં આવી છે. ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનમાં લોકો પોતાના વાહનમાં જ રહીને વેક્સિન લગાવી શકે છે. કારમાં જ રહીને સૌથી પહેલા રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. જેના આધારે કારમાં જ રહીને વેન્ડોમાંથી જ વેક્સિન આપી દેવામાં આવી છે. તો વેક્સિન લીધા બાદ અડધા કલાક સુધી ઓબ્જર્વેશનમાં રાખવામાં આવે છે. જેમના માટે પણ પાર્કિગમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.