- રાજ્યમાં કોરોના કાળમાં સરકારી અનાજનો કૌભાંડનો મામલો
- 15 વર્ષમાં 50,000 કરોડનું અનાજ કૌભાંડઃ દોશી
- નિયત સાફ હોય તો સરકાર પગલાં ભરી ગરીબોને અન્ન સુરક્ષાનો લાભ અપાવે
અમદાવાદઃ કોરોનાના કારણે રાજ્યભરમાં લૉકડાઉન (Lockdown) લગાવવામાં આવ્યું હતું. તે દરમિયાન સરકારી અનાજ (Government cereals) ઘઉ, ચોખા, ખાંડ સગેવગે કરવાનું રાજ્યવ્યાપી કૌભાંડ સામે આવ્યું હતું. તો આ કૌભાંડ અંગે કોંગ્રેસે સરકારને આડેહાથ લીધી છે. કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ (Congress spokesman Dr. Manish Doshi) જણાવ્યું હતું કે, સરકાર આ બાબતે કેમ મૌન છે. સાથે જ તેમણે કૌભાંડની યોગ્ય તપાસ કરવા અને અસરકારક પગલા લેવાની માગ કરી છે.
જે રાશનકાર્ડ ગ્રાહકો અનાજ લેવા નહતા ગયા તેમના નકલી આઈડી બન્યા હતા
સરકારી અનાજ સગેવગે કરવાના રાજ્યવ્યાપી કૌભાંડમાં ફક્ત સુરત શહેરમાંથી 62,000 જેટલી ફેક યૂઝર IDનો ઉપયોગ કર્યો હતો. આ સાથે જ આવા ફેક યુઝર આઈડીથી (Fake User ID) વ્યાજબી ભાવના 100 કરોડ રૂપિયાનું અનાજ લૉકડાઉન (Lockdown)-કોરોના કાળમાં ચાઉં થયું હતું. આ સમયગાળામાં સરકારી અનાજની કાળા બજારી કરનારાઓને ફાયદારૂપ થયું હોય તેમ ફેક યુઝર આઈ.ડી. (Fake User ID) બનાવી કરોડો રૂપિયાનું અનાજ કાળા બજારમાં સગેવગે કર્યાનું પ્રાથમિક તપાસમાં (Preliminary investigation) ખૂલ્યું હતું. ત્યારબાદ આજદિન સુધી આ દિશામાં ગંભીરતાથી તપાસના તથ્યો સામે આવ્યા નથી, જે રાશન કાર્ડ ગ્રાહકો (Ration card customers) નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (National Food Security Act) હેઠળ અનાજ લેવા જતા નહતા. તેમના નામનું ફેક યુઝર આઈ.ડી. (Fake User ID) બનાવી કાળા બજાર કરનારી ટોળકીઓ બારોબાર આ અનાજને સગેવગે કરતા હતા.
આ પણ વાંચો- Grain scandal: પાલનપુર અનાજ કૌભાંડ કેસમાં પોલીસે બે આરોપીઓની અટકાયત કરી
કોરોના કાળમાં ભાજપે વિદ્યાર્થીઓને અનાજથી વંચિત રાખ્યાઃ કોંગ્રેસ
સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ, જામનગર સહિત અનેક જિલ્લા-શહેરમાંથી ગરીબોના હક્કનું અનાજ બારોબાર કાળા બજારિયાઓ ચાઉં કરી ગયા હતા. ભાજપ સરકારના (BJP Government) આશીર્વાદથી કાળા બજારિયા-સંગ્રહખોરો દ્વારા સુનિયોજિત કૌભાંડ લાંબા સમયથી ચાલી રહ્યું છે. દિયોદર જી.આઈ.ડી.સી.માં (Diyodar GIDC) 8.64 લાખ, સુરેન્દ્રનગરમાં 24.70 લાખના અનાજના જથ્થા અંગે જિલ્લા કલેક્ટર (District Collector) અને પૂરવઠા અધિકારીઓ (Supply officers) કેમ મૌન? મધ્યાહન ભોજન હેઠળ મળવાપાત્ર ભોજનના હક્કથી 52 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને કોરોના કાળમાં વંચિત રાખવાનું કામ ભાજપ સરકારે કર્યું હતું.
ગેરરીતિ હોય તે અંગે સરકાર કેમ મૌન?: ડો મનિષ દોશી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ (Chief Spokesperson of Gujarat Pradesh Congress Committee Dr. Manish Doshi) સરકારને આડેહાથ લેતાં જણાવ્યું હતું કે, આંગણવાડી-બાલકેન્દ્રોના લાખો બાળકો કોરોના કાળમાં (Corona Period) પોષણયુક્ત આહારથી (Nutritious diet) વંચિત રહ્યા છે. ગરીબોના હક્કના અનાજને છીનવીને અનાજ માફિયા, કાળા બજારિયા, સંગ્રહખોરો પર ભાજપ સરકાર (Government of India) પી.બી.એમ.(PBM) હેઠળ કેમ પગલાં ભરતી નથી? સસ્તા અનાજના કે સરકાર દ્વારા જથ્થો ફાળવવામાં આવ્યો હોય તેનો ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવે તે જુદાજુદા ગોડાઉનમાંથી પકડાય તેમ છતાં આવા કૌભાંડીઓ સામે કેમ ગંભીર પગલા ભરાતા નથી?
આ પણ વાંચો- Grain scandal: બનાસકાંઠા જિલ્લામાં 10 ટીમોએ શરુ કરી સઘન તપાસ, અનાજ કૌભાંડનો રેલો
ગુજરાતમાં અઢી કરોડ નાગરિકો ગરીબી રેખાની નીચેઃ કોંગ્રેસ
કોંગ્રેસ પ્રવક્તાએ (Congress Spokesperson) વધુમાં જણાવ્યું હતું કે, સસ્તા અનાજ માટેની વિતરણ વ્યવસ્થામાં (Distribution system) અનાજ, ખાદ્ય તેલ, ખાંડ, કેરોસીન અને દાળ બારોબાર સગેવગે થાય અથવા તો તે વ્યવસ્થામાં મોટી ગેરરીતિ હોય તે અંગે સરકાર કેમ મૌન? જે સ્પષ્ટ દર્શાવે છે કે કાળા બજારિયા, સંગ્રહખોરો, અનાજ માફિયાઓ ભાજપ શાસનમાં ભાગીદારની જેમ વટથી વેપાર-કામકાજ કરી રહ્યાં છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં 0થી 16 ગુણાંકવાળા 16, 19, 226 પરિવારો અને 17થી 20 ગુણાકવાળા 15, 22, 005 પરિવારો એટલે કે ગુજરાતમાં અન્ન નાગરિક પૂરવઠા (Food Civil Supplies in Gujarat) પ્રમાણે 31,41,231 પરિવારો ગરીબી રેખા (Poverty line) નીચે એટલે કે 1 કરોડ 88 લાખ કરતા વધુ નાગરિકો ગરીબી રેખા (Poverty line) નીચે ગુજરાતમાં જીવન પસાર કરી રહ્યાં છે. સરકારના અન્ય વિભાગ મુજબ, 40 લાખથી વધુ ગરીબ પરિવારો એટલે કે, જો રાજ્ય સરકાર (State Government) સાચી રીતે ગરીબી રેખા નીચે જીવતા પરિવારોનું સરવે કરે તો ગુજરાતમાં અઢી કરોડ નાગરિકો ગરીબી રેખા (Poverty line) નીચે જીવન પસાર કરી રહ્યાં છે. આ છે ગુજરાતમાં ભાજપ શાસનની વાસ્તવિકતા.
સમગ્ર કૌભાંડો અંગે ભાજપ સરકાર કેમ મૌન?: કોંગ્રેસ
કેન્દ્રની તત્કાલીન કોંગ્રેસ સરકારમાં (Congress Government) પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ (Former Prime Minister Dr. Manmohan Singh) અને યુ.પી.એ. ચેરપર્સન સોનિયા ગાંધીએ (UPA Chairperson Sonia Gandhi) દેશના ગરીબ અને સામાન્ય પરિવારોને જીવન જીવવા માટે અન્ન સુરક્ષા કાયદો (Food Security Right) આપ્યો હતો, જે અન્વયે ગુજરાતમાં 54 ટકા પરિવારોને એટલે કે 3.50 કરોડ નાગરિકોને સીધો ફાયદો ગુજરાતમાં અન્ન સુરક્ષા કાયદા (Food Security Act) હેઠળ નાગરિકોને મળવા પાત્ર અનાજનો જથ્થો મોટા પાયે સગેવગે કરવાનું કામ ભાજપ શાસનમાં અનાજ માફિયાઓ કરી રહ્યાં છે. ગરીબોને જે અન્નનો અધિકાર આપવામાં આવે છે. તે દુકાનદારો ગોડાઉનો અને અનાજ માફિયાઓ દ્વારા આચરવામાં આવતી ગેરરીતિઓને કારણે અન્ન સુરક્ષા અધિકારથી (Food Security Right) વંચિત રહે છે. ત્યારે સમગ્ર કૌભાંડો અંગે ભાજપ સરકાર કેમ મૌન?