- વેસ્ટર્ન રેલવે મજૂર યુનિયન દ્વારા દશેરા પહેલા ગત્ત વર્ષના બોનસની માગ
- વેસ્ટર્ન રેલવે મજૂર યુનિયન 6 મંડળો પર દેખાવ યોજશે
- વેસ્ટર્ન રેલવે મજૂર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન
અમદાવાદ : વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘે પોતાની કેટલીક માગણીઓ રેલવે સમક્ષ મૂકી છે. જે અંતર્ગત દશેરા પહેલા તેમણે ગયા વર્ષનું બોનસ આપવું, નાઈટ ડ્યૂટી માટેનું એલાઉન્સ ચૂકવવું, કર્મચારીઓના સંતાનોને લાયકાતના આધારે નોકરી આપવી, રેલવેનું ખાનગીકરણ રોકવું, મોંઘવારી ભથ્થુ આપવું અને જૂની પેન્શન સ્કીમ ચાલુ રાખવાની માગ કરવામાં આવી છે.
વેસ્ટર્ન રેલવે મજૂર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન કરાશે
અમદાવાદમાં ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસ કમ્પાઉન્ડ ખાતે 20 ઓક્ટોબરના રોજ વેસ્ટર્ન રેલ્વે મજદૂર યુનિયન દ્વારા દેખાવો કરવામાં આવશે.