ETV Bharat / city

પશ્ચિમ રેલવેએ એક જ દિવસમાં સૌથી વધુ 468 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કર્યું

author img

By

Published : May 26, 2021, 3:47 PM IST

દેશભરમાં કોરોનાની બીજી લહેરના કારણે ઓક્સિજનની અછત સર્જાઈ હોવાના અનેક કિસ્સા સામે આવ્યા હતા. ત્યારે પશ્ચિમ રેલવે પણ કોરોનાના દર્દીઓની સેવા કરવા માટે આગળ આવ્યું છે. પશ્ચિમ રેલવે દ્વારા લિક્વિડ મેડિકલ ઓક્સિજનના પરિવહન માટે 54 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવવામાં આવી છે. આ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ગુજરાતથી દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તેલંગાણા, પંજાબ, કર્ણાટક અને મહારાષ્ટ્ર સુધી શરૂ કરવામાં આવી છે.

પશ્ચિમ રેલવેએ એક જ દિવસમાં સૌથી વધુ 468 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કર્યું
પશ્ચિમ રેલવેએ એક જ દિવસમાં સૌથી વધુ 468 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કર્યું
  • પશ્ચિમ રેલવે દ્વારા 54 ઓક્સિજન ટ્રેન ચલાવવામાં આવી
  • ગુજરાતથી દિલ્હી, હરિયાણા, પંજાબ, કર્ણાટક જેવા રાજ્યોમાં પહોંચ્યો ઓક્સિજન
  • જુદા-જુદા રાજ્યોમાં અનેક ઓક્સિજન ટ્રેન દોડી
  • એક દિવસમાં 5 ઓક્સિજન ટ્રેન દોડી

અમદાવાદઃ પશ્ચિમ રેલવે સતત કોરોનાના દર્દીઓની સેવા માટે દિવસરાત ઓક્સિજન પહોંચાડવા માટે ટ્રેનો દોડાવી રહી છે. 24 મેએ પશ્ચિમ રેલવેમાં સંપાદિત સૌથી વધુ ઓક્સિજન પરિવહન એક દિવસમાં 468 ટનથી વધુ હતું. પશ્ચિમ રેલવેએ 5 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવી હતી, જેમાં 25 ટેન્કર મારફતે 467.60 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરવામાં આવી રહ્યું છે. આ 5 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોમાંથી ગુજરાતના હાપાથી બેંગલુરુ અને દિલ્હી, એક ટ્રેન કાનાલુસથી બેંગલુરુ અને બીજી ટ્રેન ગુજરાતના વડોદરા નજીક હજીરાથી દિલ્હી સુધી રવાના કરવામાં આવી હતી.

ગુજરાતથી દિલ્હી, હરિયાણા, પંજાબ, કર્ણાટક જેવા રાજ્યોમાં પહોંચ્યો ઓક્સિજન

આ પણ વાંચો- રેલવે દ્વારા હાપાથી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન મારફતે 4281.72 ટન મેડિકલ ઓક્સિજન મોકલાયું

પશ્ચિમ રેલવેએ અત્યાર સુધી 54 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો શરૂ કરી

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકાર સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે, પશ્ચિમ રેલવેએ અત્યાર સુધીમાં 54 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો શરૂ કરી છે. આ ટ્રેનોમાં 255 ટેન્કર મારફતે લગભગ 4,773.61 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) પરિવહન કરવામાં આવ્યું છે. વહેલી તકે તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે તેમને ટોચની પ્રાથમિકતાના આધારે સિમલેસ માર્ગ પર ચલાવવામાં આવી રહી છે.

જુદા-જુદા રાજ્યોમાં અનેક ઓક્સિજન ટ્રેન દોડી

આ પણ વાંચો- જમશેદપુરથી બેંગ્લોર, લખનઉ અને હૈદરાબાદ પહોંચાડવામાં આવ્યો ઓક્સિજન

વિવિધ રાજ્યોમાં કેટલા ઓક્સિજનનું વહન

24 મે સુધીમાં ભારતીય રેલવે દ્વારા વિવિધ રાજ્યો જેવા કે, મહારાષ્ટ્રમાં 614 મેટ્રિક ટન, ઉત્તર પ્રદેશમાં 3,649 મેટ્રિક ટન, મધ્યપ્રદેશમાં 633 મેટ્રિક ટન, દિલ્હીમાં 4,600 મેટ્રિક ટન, હરિયાણામાં 1,759 મેટ્રિક ટન), રાજસ્થાનમાં 98 મેટ્રિક ટન), કર્ણાટકમાં 1,063 મેટ્રિક ટન, ઉત્તરાખંડમાં 320 મેટ્રિક ટન, તમિલનાડુમાં 1,024 મેટ્રિક ટન, આંધ્રપ્રદેશમાં 730 મેટ્રિક ટન, પંજાબમાં 225 મેટ્રિક ટન, કેરળમાં 246 મેટ્રિક ટન, તેલંગાણામાં 976 મેટ્રિક ટન અને આસામમાં 80 મેટ્રિક ટનના 977 ટેન્કર મારફતે 16,023 મેટ્રિક ટનથી વધુ લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) પહોંચાડવામાં આવ્યો છે. ભારતીય રેલવે શક્ય તેટલા ટૂંકા સમયમાં ઓક્સિજનની જરૂરિયાતવાળા રાજ્યોને શક્ય તેટલું લિક્વિડ મેડિકલ ઓક્સિજન સપ્લાય કરવા માટે પ્રતિબદ્ધ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.