ETV Bharat / city

રામ મંદિરના નિર્માણમાં દરેક હિન્દુઓનો સહયોગ લઈશું : વિશ્વ હિન્દુ પરિષદ - સુપ્રીમ કોર્ટ

અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મહામંત્રી ડૉ. સુરેન્દ્ર જૈન અમદાવાદ આવ્યા હતા. અહીં તેમને કહ્યું હતું કે, તેમને રામ મંદિર બનાવવામાં દરેક હિન્દુઓનો સહયોગ લેશે. આ ઉપરાંત તેમને દિલ્હીમાં ખેડૂતોના વિરોધ અંગે કહ્યું કે, દિલ્હીને ઘેરવાનો કોઈને અધિકાર નથી તે પછી ભલે ને ખેડૂત જ કેમ ન હોય. લોકશાહીમાં તમામ લોકોને વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ આવી રીતે ઘેરાવ કરવો એ અયોગ્ય છે.

વિશ્વ હિન્દુ પરિષદ
વિશ્વ હિન્દુ પરિષદ
author img

By

Published : Dec 25, 2020, 6:51 PM IST

  • રામ મંદિરના નિર્માણમાં દરેક હિન્દુઓનો ફાળો : વિહિપ
  • 40 લાખ કાર્યકરો સમગ્ર દેશમાં રામ મંદિર માટે ફાળો ઉઘરાવાશે
  • રામ મંદિરના નિર્માણ માટે 65 કરોડ હિન્દુઓનો સંપર્ક કરાશે
  • રામ મંદિર નિર્માણમાં પૂંજી આપવા અનેક સંપન્ન લોકો સામે આવ્યા
  • દિલ્હીને ઘેરવાનો કોઈને અધિકાર નથીઃ વિહિપ કેન્દ્રિય સંયુક્ત મહામંત્રી

અમદાવાદઃ વિશ્વ હિન્દુ પરિષદે રામ મંદિર અંગે કહ્યું હતું કે, તેઓ સરકાર પાસેથી પૈસા નહીં લે અને જે સંપન્ન લોકો મંદિર નિર્માણ માટે સામે આવ્યા છે. તેઓને પણ વિનમ્રતાથી પૂંજી લેવા માટે ના પાડી છે. કારણ કે, મંદિર નિર્માણ માટે ભારતના ગામેગામ જઈને દરેક હિન્દુઓનો સહયોગ લેવામાં આવશે. તેમનું લક્ષ્ય 5 લાખથી વધુ ગામોમાં, 13 કરોડથી વધુ પરિવારનો સંપર્ક કરી, 65 કરોડ હિન્દુઓનો સંપર્ક અભિયાન છે. આ પ્રસંગમાં 10 લાખ કાર્યકરોની ટુકડીઓમાં કુલ 40 લાખ કાર્યકરો કામે લાગશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1992માં અયોધ્યામાં બાબરી વિધ્વંસથી લઈને વર્ષ 2019ના સુપ્રીમ કોર્ટના રામ મંદિર બનાવવા માટેના ચુકાદાને લઈને ભારત સાક્ષી રહ્યું છે. તાજેતરમાં દિવાળીએ પણ અયોધ્યાને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. ત્યારે હવે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવા માટ તૈયારીઓ શરૂ થઈ છે.

રામ મંદિરના નિર્માણ માટે 65 કરોડ હિન્દુઓનો સંપર્ક કરીશુંઃ VHP

ગુજરાતના 18,856 ગામનો સંપર્ક કરાશે

વિહિપનું કહેવું છે કે, વૈશ્વિક ઈતિહાસનું આ સૌથી મોટું સંપર્ક અભિયાન છે. આવનારા ત્રણ વર્ષોમાં ભવ્ય રામ મંદિર સાકાર થાય તેવી આશા સૌ રાખી રહ્યા છે. ગુજરાતમાં 18,556 ગામમાં સો ટકા સંપર્ક કરીને નાનો એવો ફાળો પણ દરેક વ્યક્તિ પાસેથી ઊઘરાવવામાં આવશે. આ માટે હિન્દુ ધર્મની શાખાઓના પણ તમામ સંપ્રદાયના સંતો અને આચાર્યનો સમાવેશ કરવામાં આવે છે.

રામ મંદિરના નિર્માણમાં દરેક હિન્દુઓનો સહયોગ લઈશું: વિશ્વ હિન્દુ પરિષદ

જૈન સમાજે પણ રામમંદિર નિર્માણમાં ઉત્સાહ દાખવ્યો

વિશ્વ હિન્દુ પરિષદે જણાવ્યું હતું કે, જૈન સમાજ પણ રામ મંદિર નિર્માણમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યો છે. કારણ કે, ભગવાન રામ ઈશ્વાકુ વંશના હતા અને જૈનોના 24 તીર્થંકરો પૈકી 22 તીર્થંકર ઈશ્વાકુ વંશના હતા.

દિલ્હીને ઘેરવાનો કોઈને અધિકાર નહીં: કૃષિ કાયદાના વિરોધ પર વિહિપની પ્રતિક્રિયા

દિલ્હીમાં કૃષિ કાયદાના વિરોધ અંગે બોલતા વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી ડૉ. સુરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, લોકશાહીમાં વિરોધ થાય તેમાં કંઈ ખોટું નથી, પરંતુ આ વિરોધ આંદોલન સમગ્ર દેશમાં નથી. આંદોલનના નામે દિલ્હીને બંધક બનાવવી તે ક્યારેય સાંખી શકાય નહીં. જ્યારે સુપ્રીમ કોર્ટે પણ આ મુદ્દે વાત કરી છે ત્યારે સરકાર અને કહેવાતા ખેડૂતોએ પણ તેને માન આપવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.