ETV Bharat / city

VVIP નંબર લેવો પડ્યો ભારે, 59 હજાર રૂપિયા લઈ ગઠિયાઓ કરી ગયાં છેતરપિંડી

જમાનો ડિજિટલ તો થયો છે પરંતુ હવે છેતરપિંડી કરતાં ગઠિયાઓ પણ ડિજિટલ થયાં છે. શહેરમાં અનેક ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાના કિસ્સા સામે આવ્યાં છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં VVIP મોબાઈલ નંબર આપવામાં બહાને છેતરપિંંડી કરવામાં આવતી હતી. આ છેતરપિંડી કરતી ગેંગના 3 આરોપીને સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યાં છે.

VVIP નંબર લેવો પડ્યો ભારે, 59,000 રૂપિયા લઈ ગઠિયાઓ કરી ગયાં છેતરપિંડી

author img

By

Published : Jun 15, 2020, 8:11 PM IST

અમદાવાદઃ શહેરના એસ.જી.હાઇવે પર રહેતા ડોકટર વિશ્વમોહન ઠાકુરે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી કે ૨૦ જાન્યુઆરીના રોજ તેમના મોબાઈલ નંબર ઉપર airtel કંપનીના હેડિંગવાળા નામથી એક મેસેજ આવ્યો હતો .જેમાં 9000000000, 9199999999, 7000000000, 9099999999, 8000000000, 9191919191 અલગ અલગ નંબર લેવાના હોય તો મેસેજમાં આપેલ મોબાઇલ નંબર ઉપર વરૂણ સાથે વાત કરવા જણાવ્યું હતું.

VVIP નંબર લેવો પડ્યો ભારે, 59,000 રૂપિયા લઈ ગઠિયાઓ કરી ગયાં છેતરપિંડી
જે બાદ તેમના 9191919191 ચોઈસવાળો નંબર લેવોો હોવાથી તેમણે વરુણને ફોન કરીને 50000 અને 18% જીએસટી એટલે 9000 એમ કુલ 59,000 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. જે બાદ વરુણને નંબર માટે ફોન કરતાં વરૂણનો ફોન બંધ થઈ ગયો હતો. ત્યારે તેમને જાણ થઈ હતી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. જેથી સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.સાયબર ક્રાઈમ દ્વારા આ મામલે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. જે દરમિયાન વિજય રાઠોડ,પ્રશાંત જોશી અને જીગ્નેશ કારીયા નામના 3 આરોપીની ધરપકડ કરી છે..જેમાં દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ગુનામાં 3-4 આરોપી મુંબઇ પણ છે.મુંબઈથી બલ્કમાં મેસેજ કરતા હતા અને કોઈ સામેથી કોન્ટેકટ કરે તો તેને વિશ્વાસમાં લેવા એરટેલ કંપનીના GST નંબર અને સહી સિક્કા સાથે બનાવતી ઇનવોઇસ લેટર વોટસએપ કે ઈમેલ પરથી મોકલી આપતા હતાં.

આરોપીની ભૂમિકા અંગે વાત કરવામાં.આવે તો હાલ જીગ્નેશ કારીયા મુખ્ય આરોપી છે અને તે VVIP નંબર આપવાના સ્કેમમાં 2018થી જોડાયેલો છે. મુખ્ય આરોપીને એકાઉન્ટ હોલ્ડર શોધી આપતો હતો જે માટે 8 થી 10 ટકા હિસ્સો લેતો હતો. વિજય રાઠીડ એકાઉન્ટ પ્રોવાઈડ કરવા બદલ 10 ટકા કમિશન લેતો હતો અને પ્રશાંત જોશી, જીગ્નેશ અને વિજય વચ્ચે મધ્યસ્થી બનતો હતો જે બાદલ 2 થી 5 ટકા કમિશન લેતો હતો.આ ગુનાના મુખ્ય આરોપી હજુ ફરાર છે જેની સાયબર ક્રાઈમ શોધખોળ કરી રહી છે. આ ગેંગ દેશવ્યાપી હોવાની સાયબર ક્રાઈમને શંકા છે. જેથી સાયબર ક્રાઈમ દ્વારા ભવિષ્યમાં આ અંગે ખુલાસા કરવામાં આવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.