અમદાવાદઃ આ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પણ સેવા રથના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોને રાશન કિટનું વિતરણ કરવામાં આવશે. જો કે આ વિતરણ દરમિયાન કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં લીધા વગર જ સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નહોતું. ભાજપના કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં નિષ્ફળ નિવડ્યાં હતાં. વળી તેમણે બધો જ આરોપ નાગરિકો ઉપર ઢોળી દીધો હતો.
વળી રાશન કિટ લેવા માટે પણ ફોર્મ ભરવાનું જરૂરી હતું અને લાઈન લાગી હોવાથી જરૂરિયાતમંદ લોકો એકબીજા સાથે જીભાજોડી કરતાં પણ જોવા મળ્યાં હતાં. ભાજપનો આ કાર્યક્રમ અવ્યવસ્થાનો શ્રેષ્ઠ નમૂનો સાબિત થયો હતો.