- અમદાવાદમાં લોકોને નથી રહ્યો કોરોનાનો ડર
- દિવાળીની ખરીદી માટે ટોળા ઉમટી પડ્યાં
- લાલદરવાજા માર્કેટમાં સામાન્ય દિવસો જેવો માહોલ
અમદાવાદઃ દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે અમદાવાદમાં બજારમાં ભારે ભીડ જોવા મળી હતી. કોરોના મહામારી વચ્ચે બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળતા તંત્ર ચોકી ગયું છે. લોકો સોશિયલ ડિસ્ટસિંગ અને માસ્ક વગર ફરતા જોવા મળતા કોરોનાના કેસમાં વધારો થવાની શક્યતા છે.
- કોરોના મહામારી વચ્ચે લોકો ભાન ભૂલ્યાં
તંત્રના પાપે જનતાને ફ્રીમાં કોરોના મળી રહ્યો છે જી હા તેવા જ દ્રશ્ય હાલ અમદાવાદ ના લાલ દરવાજા માર્કેટમાં જોવા મળી રહ્યા છે. એક તરફ ખરીદી કરવા ઉભરાતી ભીડ તો બીજી તરફ કોરોનાની ચેકપોસ્ટ તંત્રે ઉભી કરી છે. તંત્રે કોરોના ટેસ્ટની ચેક પોસ્ટ ઉભી કરી કોરોનાને ડામવા પ્રયાસ કર્યો છે.
- વિનામૂલ્યે કોરોનાને આમંત્રણ સમાન ચેક પોસ્ટ લાગી
જો કે બેદરકારીની હદ જનતાની સાથે તંત્ર એ પણ વટાવી છે. કોરોનાને ડામવા ચેક પોસ્ટ પર લખ્યું છે. વિનામૂલ્યે કોરોના ટેસ્ટ જો કે વાસ્તવિતા જોઈએ તો વિનામૂલ્યે કોરોનાને આમંત્રણ સમાન ચેકપોસ્ટ લાગી રહી છે. લાલ દરવાજા માર્કેટમાં અનેક સ્ટોલ વચ્ચે કોરોનાની ચેક પોસ્ટ ઉભી કરતા જનતાના જીવ સાથે રમત થઇ હોય તેમ જોવા મળી રહ્યું છે. એક તરફ દિવાળીના ટાણે જનતા બેદરકાર બનીને માસ્ક વગર ખરીદી કરવા ઉમટી પડ્યાના દ્રશ્ય સામે આવી રહ્યાં છે તો બીજી તરફ કોરોનાના પોઝિટિવ કેસ પણ આજ જનતા વચ્ચે ફરી રહ્યાં છે. ટેસ્ટિંગ કર્યા બાદ રોજ ના 25થી વધુ કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યાં છે. જ્યાં હજી પણ લોકોના સ્ટોલ પર ખરીદી કરવા ભીડ ઉમટે છે ત્યાં બાજુમાં જ કોરોના ચેક પોસ્ટ ઉભી કરતાં અનેક સવાલો તંત્ર સામે થઇ રહ્યા છે. બજારમાં ખરીદીની ભીડ જામવા માંડી છે. આ અંગે તબીબોનું કહેવું છે કે ઉત્સવનો માહોલ માણતાં માણતાં પણ એ નહીં ભૂલવું જોઈએ કે કોરોનાએ વિદાય લઈ લીધી નથી. માસ્ક સતત પહેરેલો રાખવા સાથે એકબીજા વચ્ચે ડિસ્ટન્સ જળવાઈ રહે તે તે રીતે ખરીદી કરવી જોઈએ, દાઢી પર કે ગળામાં લટકાવેલા રાખેલા માસ્કનો કોઈ અર્થ નથી.
શું તંત્ર આ વર્ષે લોકોને દિવાળી કોરોનાવાળી કરાવવા માગી રહ્યું છે! જુઓ ભદ્ર વિસ્તારમાં કોરોના ગાઈડલાઈનના કેવી રીતે ઉડી રહ્યાં છે ધજાગરા - દીપાવલિ પર્વ
કોરોના મહામારી વચ્ચે અમદાવાદમાં ભદ્ર તેમ જ ત્રણ દરવાજા સહિતના વિસ્તારોમાં રવિવારે રજા હોવાથી મોટી સંખ્યામાં લોકો નીકળી પડ્યાં હતાં. જેને કારણે ભારે ભીડ જોવા મળતી હતી. ખરીદી માટે બજારમાં લોકો ભેગા થતાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. આ દરમિયાન લોકોએ સોશિયલ ડિસ્ટસિંગનું પાલન નહોતું કર્યુ અને કેટલાકે તો માસ્ક પણ પહેર્યુ ન હતું. અમદાવાદમાં દરરોજ કોરોનાના કેસમાં વધારો થતો જાય છે ત્યારે તહેવારના સમયે જ લોકોની ભીડ જોવા મળતા તંત્ર ચોકી ગયું છે
શું તંત્ર આ વર્ષે લોકોને દિવાળી કોરોનાવાળી કરાવવા માગી રહ્યું છે! જુઓ ભદ્ર વિસ્તારમાં કોરોના ગાઈડલાઈનની કેવી રીતે ઉડી રહ્યાં છે ધજાગરા