અમદાવાદઃ ગઈકાલ રવિવારની જ ઘટના છે, 25 લોકો કોરોના પોઝિટિવ હતા, બપોરે સિવિલ હોસ્પિટલમાં આવ્યા, કોઈએ તેમની દરકાર ન કરી, પાણી પણ ન આપ્યું, તેમની વાત સાંભળવા હોસ્પિટલના સત્તાવાળાઓ તૈયાર જ ન હતા, તેઓ મોડીરાત સુધી બહાર ઉભા રહ્યા, આ દર્દીઓને જાતે વિડિયો શુટ કરીને ઈ ટીવી ભારતને આપ્યો, ત્યાર પછી તંત્ર જાગ્યું, તેમને રાત્રે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર કરવામાં આવી છે.
બીજુ કોરોના પોઝિટિવ દર્દી ભવર ગાંધી કોરોના પોઝિટિવ દર્દી છે, તે સિવિલમાં દાખલ છે. ભવર ગાંધીએ ન્યૂ ક્લોથ માર્કેટમાં વેપારી છે. તેણે ભારે આક્રોશ સાથે સીએમ રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લઈને રજૂઆત કરતા હતા કે સિવિલમાં ગંદા ટોયલેટ છે, જેમાં પાણી પણ નથી આવતું, કચરાથી ભરેલી કચરા પેટીઓ છે. દર્દીને ચા નાસ્તો અને પાણીની બોટલ સમયસર અપાતા નથી. તેમના વોર્ડમાં લાઈટના 90 ટકા પ્લગ ખરાબ છે. ટીવીનો પ્લગ કાઢીને તેમાં ફોન ચાર્જ કર્યો છે. એક જગમાંથી 80 જણા પાણી પીવે છે. આ રીતની સારવાર અને સુવિધા હશે તો આપણે કોરોના સામે કેવી રીતે જીતીશું. વેપારીએ સરકારને કહ્યું હતું કે સાહેબ મને કઈ થઈ જશે તો પછી મારા પરિવારનું શું?
તમામ લોકો મુખ્યમંત્રી રાહત નિધીમાં દાન આપે છે, અને લાખો રૂપિયાનું દાન મળ્યું છે. તો સરકાર દ્વારા આ રાહતની રકમમાંથી કોરોનાના દર્દીઓને યોગ્ય સારવાર મળવી જોઈએ. સરકાર અને તેમના અધિકારીઓ પ્રેસ કોન્ફરન્સમાં વાહવાહી કરી રહ્યા છે, પણ કોરોના દર્દીઓએ જાતે વિડિયો ઉતારીને વાયરલ કર્યા છે, તે સરકારની કામગીરીની પોલ ખોલી રહ્યા છે. સરકારે કોરોનાના દર્દીઓને યોગ્ય સારવાર મળે છે કે નહી તેના પર નજર પણ કરવી જોઈએ.