અમદાવાદઃ શહેરના સુભાષ બ્રિજ ખાતે આવેલી આર.ટી.ઓ કચેરી રાબેતા મુજબ શરૂ થઈ હતી. પરંતુ કોરોના વાઈરસને લઈને કેટલીક તકેદારીઓ રાખવામાં આવી રહી છે. જેમાં અત્યારે વાહનની કામગીરીને લઈને 200 એપોઇન્ટમેન્ટ અપાય છે. ડ્રાઇવિંગ લાઇસન્સ માટે 150, ટુ વ્હીલર ટેસ્ટ માટે 150 જ્યારે ફોર વ્હીલર ટેસ્ટ માટે 75 એપોઈન્ટમેન્ટ બુક કરવામાં આવે છે. આ માટે આરટીઓ કચેરીના ત્રણ ગેટ ખુલ્લા રાખવામાં આવ્યા છે. લાઇસન્સને લઈને થતી કામગીરી આર.ટી.ઓની જૂની ઓફિસની બાજુમાં આવેલી ખાનગી બિલ્ડિંગમાં પહેલા માળે તેમજ ગ્રાઉન્ડફ્લોર પર કરવામાં આવી રહી છે. આ તમામ કામગીરી માટે આવતા અરજદારોનું ટેમ્પરેચર ચેક કરી તમામ અરજદારોએ ફરજિયાત માસ્ક પહેર્યુ છે કે નહિ તે પણ ચેક કરવામાં આવે છે. અરજદારને સેનેટાઈઝ પણ આપવામાં આવે છે. આ સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે પણ પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આર.ટી.ઓના તમામ કર્મચારીઓ કામ પર હાજર થઈ ગયા છે. જેમનું ટેમ્પરેચર ચેક કરીને તેમને હાથ મોજા અને માસ્ક તેમજ સેનિટાઈઝર પ્રોવાઈડ કરવામાં આવ્યું છે.
રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર બી.વી.લીમ્બાચીયાએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી કચેરીને સંપૂર્ણ રીતે સેનેટાઇઝ કરવામાં આવી છે. તેમજ દરરોજ સવારે 10 અને બપોરે 02 વાગે સેનિટાઈઝ કરવામાં આવશે.