ETV Bharat / city

અમદાવાદનાં લાલ દરવાજા ખાતે બેસતા પાથરણાવાળાઓનું કરાઈ રહ્યું છે વેક્સિનેશન - street vendor vaccination

અમદાવાદમાં મહાનગરપાલિકા દ્વારા લાલ દરવાજા ખાતે બેસતા પાથરણાવાળાઓનું વેક્સિનેશન હાથ ધરવામાં આવ્યું હતું. કારંજ પોલીસ સ્ટેશન ખાતે લોકોનું તાત્કાલિક રજીસ્ટ્રેશન કરીને વેક્સિનેશન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ
અમદાવાદ
author img

By

Published : Jun 15, 2021, 6:16 PM IST

  • મધ્ય ઝોનમાં મનપાએ સુપર સ્પ્રેડર્સને વેક્સિન આપવાનો કાર્યક્રમ શરુ કર્યો
  • લાલ દરવાજા પાથરણાવાળાઓને અપાઈ રહી છે વેક્સિન
  • કારંજ પોલીસ અને મનપા હેલ્થ વિભગના સંકલનથી અપાઈ રહી છે વેક્સિન

અમદાવાદ: મહાનગરપાલિકા અને કારંજ પોલીસ સ્ટેશને સંકલન કરીને લાલ દરવાજા ખાતે બેસતા પાથરણાવાળાઓના વેક્સિનેશન કરવાની કામગીરી હાથ ધરી હતી. મહત્વનું છે કે, હાલ 45 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓને વેક્સિન આપવાની કામગીરી ચાલી રહી છે. એવામાં કારંજ પોલીસ સ્ટેશન ખાતે લોકોનું તાત્કાલિક રજીસ્ટ્રેશન કરીને વેક્સિનેશન કરવામાં આવ્યું હતું.

પાથરણાવાળાઓનું વેક્સિનેશન

આ પણ વાંચો: સુરતમાં મહાનગરપાલિકા દ્વારા દિવ્યાંગોને અપાઇ વિના મૂલ્યે રસી

પ્રાયોગિક ધોરણે વેક્સિનેશન

ઉલ્લેખનીય છે કે, હાલ માત્ર પ્રાયોગિક ધોરણે જ આ પ્રયત્ન કરવામાં આવ્યો છે. આજના દિવસથી પ્રેરણા લઇ આગામી સમયમાં વધુ લોકોને વેક્સિનેટ કરાય તે માટે પણ પ્રયત્ન કરાય તેવી શક્યતાઓ છે. લાલ દરવાજા ખાતે મોટા પ્રમાણમાં લોકોની ભીડ ભેગી થતી હોય છે. એવામાં ત્રીજી લહેરમાં કોરોનાની પરિસ્થિતિ વિકટ ન બને તે માટેનો આ એક પ્રયોગ છે. સાંજ સુધીમાં અંદાજે 200 જેટલા લોકોનું વેક્સિનેશન કરવામાં આવશે.

આ પણ વાંચો: રાજકોટમાં કિન્નરો માટે વેક્સિનેશન કેમ્પ યોજાયો

કારંજ પોલીસ સ્ટેશન તરફથી મનપાની મદદ લેવાઈ

મહત્વનું છે કે, બીજી લહેર બાદ સામાન્ય પરિસ્થિતિ થતા લાલ દરવાજા ખાતે અગાઉની જેમ જ ભીડ થઈ રહી છે. એવામાં સુપર સ્પ્રેડરને જો વેક્સિનેટ કરી દેવામાં આવે તો કોરોનાને આગળ વધતો અટકાવી શકાય. તેથી કારંજ પોલીસ તરફથી આ એક પ્રયોગ કરવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશન તરફથી મનપા હેલ્થ વિભાગ પાસેથી વેક્સિનેશન અને સ્ટાફ ની મદદ લેવામાં આવી છે અને લોકોને વેક્સિનેશન કરવામાં આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.