- રસીકરણ માટે કેન્દ્ર સરકાર તૈયાર
- અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં શરૂ કરાયું રસીકરણ કેન્દ્ર
- કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે બનાવાયું રસીકરણ કેન્દ્ર
અમદાવાદ : આગામી સમયમાં રસીકરણ શરૂ થાય તે પૂર્વે AMC દ્વારા ખાનગી હોસ્પિટલના ડોક્ટરને પણ તાલીમ આપી દેવામાં આવી છે તો સાથે જ વેક્સીનેશન સેન્ટર ને લઈને ખાસ તાલીમ અને વિસ્તાર નક્કી કરાયા છે. 3 અલગ અલગ રૂમ હોય તે જગ્યા પર જ વેક્સિન અપાશે. 55,000 હેલ્થકેર વર્કરને પ્રથમ તબક્કે વેક્સિન અપાશે. AMCના 51,000 અલગ અલગ કર્મચારીઓને બીજા તબક્કામાં અપાશે. ત્રીજા તબક્કે 50 વર્ષથી ઉપરનાને અપાશે.
3 રૂમ તૈયાર કરાયા વેક્સિનેશન માટે
રસીકરણ કેન્દ્રની તમામ માહિતીઓ જાણીએ તો રસીકરણ કેન્દ્ર પર ત્રણ અલગ અલગ રૂમ તૈયાર કરાયા છે. પ્રથમ રૂમ પ્રતિક્ષા રૂમ, બીજો રૂમ રસીકરણ ખંડ અને ત્રીજા રૂમમાં નિરીક્ષણ કરાશે. આમ અત્યાર સુધી એએમસી ચોપડે સાત લાખ લોકોનું રજિસ્ટ્રેશન કરાયું છે. પહેલા તબક્કાના કોરોના વોરિયર્સ, ફન્ટ લાઇન વર્કર અને 50 વર્ષથી મોટી ઉંમરના લોકો, રજિસ્ટ્રેશન થયું હશે તેમને પ્રથમ રસી અપાશે.
અમદાવાદ શહેરનું પ્રથમ કોવિડ રસીકરણ કેન્દ્ર તૈયાર
કોરોના મહામારી વચ્ચે કોવિડ રસીકરણ કેન્દ્ર AMC આરોગ્ય વિભાગે ઉભા કર્યા છે. વિરાટનગરની પ્રાથમિક સ્કૂલમાં અમદાવાદ શહેરનું પ્રથમ કોવિડ રસીકરણ કેન્દ્ર તૈયાર કરાયું છે. જેનું નિરીક્ષણ AMC હેલ્થ ઓફિસર ડૉ. ભાવિન સોલંકીએ કર્યું હતું. AMC આરોગ્ય વિભાગના દાવા મુજબ અમદાવાદ શહેરમાં 300 કોવિડ રસીકરણ કેન્દ્ર ઉભા કરાશે. એક દિવસના એક અંદાજ મુજબ 30 હજાર લોકોને રસી અપાશે.