- 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી કરુણા અભિયાન
- 1496 પક્ષીઓની સારવાર કરીને બચાવાયા
- 27 પક્ષીઓના મોત
અમદાવાદ- અમદાવાદ જિલ્લામાં વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર ખાતે કરુણા અભિયાનનું આયોજન પશુપાલન વિભાગ, જિલ્લા પંચાયત-અમદાવાદ તથા વન વિભાગના સહયોગથી કરવામાં આવેલ, જે અંતર્ગત જિલ્લા પંચાયત પશુપાલન વિભાગ હસ્તકની પશુસારવાર સંસ્થાઓ જેમા 27 પશુ દવાખાના તથા 17 પ્રાથમિક સારવાર કેન્દ્રો અને પશુપાલન વિભાગ દ્વારા ફાળવેલ 13 મોબાઈલ પશુ દવાખાના જે GVK દ્વારા સંચાલિત છે, જેનો ટોલ ફ્રી નંબર 1962 કાર્યરત છે.
કરુણા અભિયાનમાં 1700 સ્વયંસેવકો જોડાયા
પશુપાલન તથા વન વિભાગના સહયોગથી અમદાવાદ જિલ્લાના કુલ 35 જેટલા એનજીઓ અને 1700 જેટલા સ્વયંસેવકોનો કરુણા અભિયાન અંતર્ગત સહયોગ મળેલ હતો. આજ દિન સુધી 1496 જેટલા વિવિધ ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવેલ છે, જે પૈકી 27 પક્ષીઓના મરણ થયેલ છે. આમ પક્ષીઓનો બચાવ દર 98.20 ટકા જેટલો રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ સંદર્ભે સમયાંતરે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.