- રાજ્યમાં કોરોના વાઈરસના કેસમાં વધારો
- કોરોના અંગેની સમીક્ષા બેઠકમાં અમિત શાહે SVP હોસ્પિટલની કાઢી ઝાટકણી
- કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વરિષ્ઠ અધિકારીઓની ઝાટકણી કાઢી
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શુભારંભ કરવામાં આવેલી SVP હોસ્પિટલમાં ગરીબ મધ્યમવર્ગના કોરોનાથી કણસતા દર્દીઓ 108 એમ્બ્યુલન્સમાં લાંબી લાઇનોમાં ઉભા રહે છે. ત્યારે આ દર્દીઓને બદલે VVIP અને પોતાના લાગતા વળગતા તેમજ પોતાના અંગત લોકોને જ દાખલ કરવામાં આવતા હોવાનો પ્રશ્ન ચર્ચામાં આવતા ભારે રોષ જોવા મળ્યો હતો. આ સમગ્ર મામલો ગૃહપ્રધાન સુધી પણ પહોંચ્યો હતો. જ્યાં કોરોના સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વરિષ્ઠ અધિકારીઓની ઝાટકણી કાઢી હતી.
શાહે કોર્પોરેટર અને ધારાસભ્યોની પણ ઝાટકણી કાઢીઃ સૂત્રો
સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે અમિત શાહે કડકાઇથી કહ્યું કે, ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને SVP હોસ્પિટલમાં દાખલ નહીં કરવામાં 108ના હેડકવાર્ટરમાં બેસતા SVPનો સ્ટાફ જવાબદાર છે. જેને સમુળગો બદલીને સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફને 108 ક્વાર્ટર્સમાં બેસાડી દો. છેલ્લા 15 દિવસથી મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી અધિકારીઓ, ભાજપના ધારાસભ્યો, કોર્પોરેટરોઓ ફોન પણ ઉપાડતા નથી. તેમની રૂબરૂ રજૂઆતને કરતા જોવા નથી મળી રહ્યા હોવાથી આ અંગે ભાજપના ધારાસભ્યો, કોર્પોરેટરોની ફરિયાદ મોબાઇલ, વોટ્સએપ પર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સમક્ષ રજૂઆત જોવા મળતા શાહે કોરોના સમીક્ષામાં ઝાટકણી નીકાળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ DRDO દ્વારા નવનિર્મિત 900 બેડની હોસ્પિટલનું નિરીક્ષણ કરશે
બેઠક દરમિયાન 108 કવાર્ટરમાં સિવિલના સ્ટાફને બેસાડ્યા
સમગ્ર રજૂઆત ગૃહપ્રધાન અમિત શાહ સુધી પહોંચતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર પર શાહ ગુસ્સે થઈ ગયા હતા. શુક્રવારે GMDC પાસે બનાવવામાં આવેલી કોરોનાની ધન્વંતરી હોસ્પિટલના લોકાર્પણ બાદ આરોગ્ય સેવાની રિવ્યું બેઠકમાં અધિકારીઓ સાથે કોરોના અંગે ચર્ચા દરમિયાન તમામ લોકોનો પડઘો પાડીને અમિત શાહે અધિકારીઓને રીતસર ખખડાવ્યાં હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમિત શાહ દ્વારા એવો પ્રશ્ન કર્યો હતો કે, શું SVP હોસ્પિટલ માત્ર તમે પસંદ કરો તેવા લાગવગ ધરાવનારાઓ માટેની છે? કેટલાક લોકોની અમિત શાહને એવી ફરિયાદ કરી હતી કે, 108 માટે મોબાઇલ ફોન કરો તો કલાકો બાદ આવે છે અને દર્દીને SVP હોસ્પિટલમાં લઈ જવાની ના પાડીને માત્ર અસારવા સિવિલ કે સોલા હોસ્પિટલમાં જ લઈ જાય છે કેમ કે, 108ના હેડક્વાર્ટરમાં SVPનો સ્ટાફ બેઠેલો હોય છે અને તેમની સૂચના મુજબ 108ના ડોક્ટર અને અન્ય કર્મચારીઓ SVPમાં લઈ જતા નથી. આ ફરિયાદના સંદર્ભમાં અમિત શાહે 108ના હેડક્વાર્ટર્સમાંથી SVPના તમામ સ્ટાફને હટાવી સિવિલ હોસ્પિટલના સ્ટાફને તાકીદે ફરજ સોંપવા આદેશ કર્યો છે. અમિત શાહે કહ્યું હતું કે, 108માં જ આવતા દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે.