ETV Bharat / city

Gujarat Government Start Up: સ્ટાર્ટઅપ ક્ષેત્રે આ ધોરણના વિદ્યાર્થીઓને મળશે આ નવી તકો...

ગુજરાત યુનિવર્સિટીમાં કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખર (UM Rajiv Chandrasekhar visits Gujarat) અને શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જ્યાં વિદ્યાર્થીઓના ઉજવળ ભવિષ્યને લઈને ચર્ચાઓ (Gujarat Government Start Up) કરવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને લઈને ભારતનું નિર્માણ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Gujarat Government Start Up: સ્ટાર્ટઅપ ક્ષેત્રે ધોરણ 9 અને 12ના વિદ્યાર્થીઓને મળશે નવી તક

author img

By

Published : May 23, 2022, 10:14 AM IST

Updated : May 23, 2022, 2:03 PM IST

અમદાવાદ : કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખર ગુજરાત યુનિવર્સિટીની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. વિદ્યાર્થીઓએ સ્ટાર્ટ અપ નિહાળ્યા અને તેના વિવિધ આઈડિયા અંગે ચર્ચા પણ કરી હતી. યુનિવર્સિટીના GUSEC વિભાગમાં પ્રથમ 12 સ્ટાર્ટ અપ (Gujarat Government Start Up) વિશે ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી (Jitu Vaghani in Gujarat University) પણ હાજર રહ્યા હતા. રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે સ્ટાર્ટ અપ વિશે ઘણું કામ કર્યું છે. તો બીજી તરફ જીતુ વાઘાણીએ કહ્યું કે, સ્ટાર્ટ અપ માટે રાજ્યમાં નવા MSME ઉદ્યોગ તરફ ધ્યાન આપી સરકારને મદદરૂપ થશે.

યુનિવર્સિટીના GUSEC વિભાગમાં પ્રથમ 12 સ્ટાર્ટ અપ વિશે ચર્ચા

નવા ભારતનું નિર્માણ - ટેક્સ ઓફ ઑપર્ચ્યુનિટી કાર્યક્રમમાં સ્ટાર્ટઅપ આંત્રપ્રિન્યોર સાથે સંવાદ સાધવા કેન્દ્રીય પ્રધાન (UM Rajiv Chandrasekhar visits Gujarat) રાજીવ ચંદ્રશેખર કહ્યું કે, મેક ઇન ઇન્ડિયા, સ્કીલ ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયાના સ્તંભ પર નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. ભારત આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ-આઇટી-કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા પ્રધાન રાજીવ ચંદ્રશેખર, રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી તેમજ શિક્ષણ રાજ્યપ્રધાન કુબેર ડીંડોરની ઉપસ્થિતમાં ન્યુ ઈન્ડિયા ફોર યંગ ઈન્ડિયા ટેકેડ ઓફ ઑપર્ચ્યુનિટી કાર્યક્રમનું ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજન કરાયું હતું.

આ પણ વાંચો : જીતુ વાઘાણી આવતીકાલે સુરતમાં, CYSS દ્વારા કલેકટરની કચેરીએ સુત્રોચ્ચારથી પ્રદર્શન

"ભારતના ઘડતરમાં સ્ટાર્ટ અપ ક્ષેત્રનો સિંહફાળો" - ગુજરાતના સ્ટાર્ટ અપ ક્ષેત્ર અંગે કેન્દ્રીય પ્રધાને કહ્યું કે, ગુજરાત સરકાર સ્ટાર્ટ અપ ક્ષેત્રમાં ઘણી (Rajiv Chandrasekhar in Gujarat University) સિદ્ધિઓ હાંસલ કરી રહી છે. આવનારા સમયમાં ગુજરાત સ્ટાર્ટ અપ હબ તરીકે પણ ઉભરી આવે એ દિશામાં પણ આગળ વધી રહ્યું છે. આ ક્ષેત્રમાં કેન્દ્ર સરકાર તરફથી પણ રાજ્ય સરકારને તમામ પ્રકારની મદદ પણ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ આ પ્રસંગે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું કે, ભારતને આત્મનિર્ભર બનાવવામાં સ્ટાર્ટ અપ ક્ષેત્રનું મહત્વનું યોગદાન સાબિત થઈ રહ્યું છે. આવનારા સમયમાં ભારતના ઘડતરમાં સ્ટાર્ટ અપ ક્ષેત્રનો સિંહફાળો રહેવાનો છે. ભારત એક સ્ટાર્ટ અપ હબ તરીકે પણ વિકસિત થઇ રહ્યું છે અને દેશ અને દુનિયાના લોકો અહી આવી રહ્યા છે.

આ પણ વાંચો : Pm Narendra Modi Dream: ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હવે જોબ સિકર્સ નહિ જોબ ક્રિએટર બનશે સાથે વિદેશી વ્યાપાર પણ કરી શકશે

યુવાન યુવતીઓ માટે સરકારની સહાય - શિક્ષણ પ્રધાન વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં અભ્યાસ પુરો થયા બાદ પણ 35 વર્ષ સુધીના યુવાન યુવતીઓને કોઈપણ નવો આઈડિયા આવે તો એ આઈડિયાને સાકાર કરવામાં રાજ્ય સરકાર અઢી લાખ સુધીની (Govt Assistance for students) સહાય પણ કરે છે. આ ઉપરાંત નવા શૈક્ષણિક સત્ર વિશે વાઘાણીએ કહ્યું કે, વાલીઓ અને વિધાર્થીઓના મનમાં કારકિર્દીને લઈને ઘણા સવાલ હોય છે. ધોરણ 9 અને 12ના વિધાર્થીઓ માટે નવી દિશાઓ માટે આયોજન કરવામાં આવશે. 26મે થી ભાવનગરથી કાર્યક્રમ કરીશું જેમાં મુખ્યપ્રધાન હાજર રહશે. 1 થી 6 જૂન સુધી વાલીઓ સુધી પહોંચી તેમના પ્રશ્નોનાના નિરાકરણનો પ્રયાસ કરીશું.

Last Updated : May 23, 2022, 2:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.