અમદાવાદ : અમદાવાદમાં લૂંટફાટના કેસ દિવસેને દિવસે વધતા જાય છે. જેમાં કેટલાક લુટારુ (Robbery Case in Ahmedabad) પોલીસના હાથમાં લાગી જાય છે તો કેટલાક રફુચક્કર પણ થઈ જાય છે, ત્યારે અમદાવાદના પાલડીમાં નૂતન સોસાયટીમા હથિયાર દ્વારા ઘરઘાટીને બંધક બનાવીને લૂંટ કરનાર બે આરોપીની ધરપકડ કરાઈ છે. આરોપીએ લૂંટ કરવા માટે મધ્યપ્રદેશથી લૂંટારાના બોલાવીને લૂંટને અંજામ આપ્યો હતો. પરંતુ, CCTV ફુટેજના આધારે ક્રાઈમ બ્રાંચે લૂંટારૂઓને ઝડપી લીધા છે.
લૂંટનો માસ્ટર પ્લાન - જ્યારે લૂંટનો માસ્ટર પ્લાન કરનાર અરૂણસિંહ રાઠોડ છે. જેણે મધ્યપ્રેદશના મુરૈના ગામથી પોતાના મિત્રોને લૂંટ કરવા માટે બોલાવ્યા હતા. બિરેન્દ્રની સાથે અન્ય ત્રણ આરોપીઓ લૂંટ કરવા માટે અમદાવાદ આવ્યા હતા. લૂંટ કરવા માટે આરોપી અરૂણસિંહ અને તેના સાગરીતોએ એલ. જી. હોસ્પિટલમાંથી બાઈકની ચોરી કરી હતી. બાદમાં આ બાઈક પર જ આરોપીએ નુતન સોસાયટીમાં રેકી કરી હતી. લૂંટના દિવસે બિરેન્દ્ર સોસાયટીની બહાર ઉભો રહ્યો જ્યારે અન્ય આરોપીઓ હથિયાર સાથે સોસાયટીમાં પ્રવેશ કરીને ઘરઘાટીને બંધક બનાવીને લૂંટ કરીને ફરાર થઈ ગયા. આ લૂંટારાઓએ 13 હજાર આ બન્ને આરોપીઓને (Paldi Robbery Case) આપ્યા અને અન્ય મુદ્દામાલ લઈને મધ્યપ્રદેશ ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો : Robbery Case in Ahmedabad : બંદૂક બતાવી લાખો રુપિયા લઈ લૂંટારુ રફુચક્કર, જૂઓ વિડીયો
કેવી રીતે ધરપકડ કરવામાં આવી - પોલીસ કસ્ટડીમાં દેખાતા આરોપી અરૂણસિંહ ઉર્ફે અનના રાઠૌર અને બિરેન્દ્ર રાઠૌરની લૂંટ કેસમાં ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. પાલડી વિસ્તારમાં આવેલી નૂતન સોસાયટીમા આરોપી અને તેના સાગરીતોએ હથિયાર સાથે ઘરઘાટીને બંધક બનાવીને 50 હજારની રોકડ અને સોના-ચાંદીના દાગીનાની લૂંટને અંજામ આપ્યો હતો. આ લૂંટારાઓ CCTVમાં કેદ થઈ ગયા હતા. જે બાઈક લઈને ઓઢવ રીંગરોડ પહોચ્યા અને બાઈક (Ahmedabad Crime Branch) બીનવારસી મૂકીને ફરાર થઈ ગયા હતા. જે CCTVના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે અરૂણસિંહ અને બિરેન્દ્રની ધરપકડ કરી છે.
આ પણ વાંચો : સુરતમાં લૂંટારા બે ફામ: ATMમાં રૂપિયા જમા કરાવવા આવેલા યુવકને ચપ્પુ બતાવી 3 લૂંટારાએ લૂંટ ચલાવી
વોન્ટેડ 3 આરોપીની શોધખોળ - પકડાયેલા આરોપી અરૂણસિંહ રાઠૌર આઠ વર્ષ પહેલા તેના ભાઈઓ રિશી અને પ્રદીપ સાથે મળીને 12 લાખની લૂંટ કરી હતી, ત્યારે તે પકડાઈ ચુકયો હતો. જેલમાંથી છૂટીને મહેમદાબાદ નજીક પેટ્રોલ પંપમાં નોકરી કરે છે. જ્યારે બિરેન્દ્ર અગાઉ હરિયાણામા કેટરીનમા વેઈટર તરીકે નોકરી કરતો હતો. 25 દિવસ પહેલા જ અમદાવાદ આવીને અરૂણસિંહ સાથે નોકરી કરવા લાગ્યો હતો. આ આરોપીએ પોતાના અન્ય મિત્રો સાથે મળીને લૂંટનું ષડયંત્ર રચ્યું હતુ. ક્રાઈમ બ્રાંચે આરોપીઓને પાલડી (Ahmedabad Crime Case) પોલીસને સોંપ્યા છે. પોલીસે આ લૂંટ કેસમાં વોન્ટેડ 3 આરોપીની શોધખોળ શરૂ કરી છે..