- માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારાને અપાઈ શ્રદ્ધાંજલિ
- દેશમાં દર 4 મિનિટે એક વ્યક્તિ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે
- અમદવાદમાં અકસ્માતમાં દર વર્ષે 400થી વધુના થાય છે મોત
અમદાવાદ: રાજ્ય સાહિત દેશભરમાં માર્ગ અકસ્માતમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે નવેમ્બર માસના ત્રીજા રવિવારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. જે અંતર્ગત અમદાવાદમાં આ અંગે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
અમદાવાદમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારાને અપાઈ શ્રદ્ધાંજલિ મૃત્યુ પામનારાના સ્વજનો રહ્યા હાજરઅમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને ATCC દ્વારા નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને બે મિનીટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પ્રથમ વખત આ કાર્યક્રમમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના સ્વજનોને પણ સાથે રાખ્યા તેમજ અકસ્માત કરનારા આરોપીઓને પણ હાજર રાખીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.અકસ્માતમાં દેશમાં દર 4 મિનિટે એક વ્યક્તિનું મોત દેશભરમાં દર ચાર મિનિટે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થાય છે. જ્યારે અમદાવાદમાં વર્ષ દરમિયાન થયેલા અકસ્માતમાં 400થી વધુ લોકો મોતને ભેટે છે. ટ્રાફિક જેસીપી મયંકસિંહ ચાવડાના જણાવ્યા અનુસાર વાહન ચલાવનારા ડ્રાઇવરની બેદરકારી, ઓવર સ્પીડ, સ્ટોપ લાઈનમાં ભંગણના કારણે અકસ્માતમાં વાહન ચાલકોના મોત નિપજે છે. નવા વર્ષમાં લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તેવી પોલીસ તરફથી અપીલ પણ કરવામાં આવી હતી. જેથી અકસ્માતોમાં પણ ઘટાડો થઈ શકે.અકસ્માત સર્જનારા આરોપીઓને પણ ઘટનાનો અફસોસ અકસ્માત કરનારા આરોપીઓએ મૌખિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ચાલુ વાહને ફોન પર વાત કરવાના કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો જે અંગે અને દુઃખ છે. પરંતુ આવો બનાવ ફરીથી ના બને તે માટે લોકોને અપીલ કરી હતી.અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોને અપાઈ શ્રદ્ધાંજલિ
અમદાવાદ પોલીસ તથા સામાજિક સંસ્થાઓ સાથે મળીને અકસ્માતમાં મૃત્યુ પામનારા તમામ લોકોને મીણબત્તી સળગાવી અને મૌન રાખી શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે ભવિષ્યમાં કોઈ વ્યક્તિ અકસ્માતનો ભોગ ન બને તે માટે કઈ તકેદારી રાખવી તે અંગે પણ જણાવ્યું હતું.