અમદાવાદઃ શહેરના ટ્રાફ્કિ એલ ડિવિઝનમાં ફરજ બજાવતા મુકેશભાઈનું ૮ જૂને કોરોના વાઇરસથી મોત થયું હતું. તેમના પુત્રે જણાવ્યું હતું કે શનિવારે મારા પિતા મુકેશભાઈની તબિયત બગડી હતી તેથી ૧૦૮માં કોલ કર્યો પરંતુ તે ન આવતા રીક્ષામાં તેમને લઈ નરોડા સેલ્બી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. ત્યાં હોસ્પિટલે ગાંધીનગર મેડિકલ ઓફ્સિરના સિક્કા માગ્યા તેથી સિક્કા કરાવ્યા પછી પણ ૩ કલાક બગડયા. PI જે.એલ.ચૌહાણ હાજર હોવા છતાં તેમને દાખલ કર્યા નહીં. આખરે LG હોસ્પિટલ લઈ ગયા ત્યાં દાખલ ના કર્યા તેથી ત્યાંથી એસવીપીમાં લઇ ગયા ત્યાં પણ દાખલ ન કર્યા. ત્યાંથી સિવિલમાં લઈ જવા કહ્યું. ACP આકાશ પટેલને જાણ કરી છતાં કઈ થયું નહી. દરમિયાનમાં વારંવાર દરેક હોસ્પિટલથી ૧૦૮ને જાણ કરી છતાં તે ન આવતા આખરે બાઈક અને રીક્ષાનો ઉપયોગ કરવો પડ્યો હતો. સિવિલ લઈ ગયા ત્યાં પણ દાખલ ન કર્યા આખરે એસવીપી પાછા લઈ ગયા ત્યાં દાખલ કર્યા હતાં. જોકે સારવારની જગ્યાએ હોસ્પિટલના સ્ટાફે વાતોમાં વધુ ધ્યાન આપ્યું હતું.
કોન્સ્ટેબલ મૂકેશભાઈના કોરોનાથી કરુણ મૃત્યુની દર્દનાક કહાની પુત્રએ કરી રજૂ - DyCM Nitin Patel
અમદાવાદ શહેરમાં કોરોના સામે કોરોના વોરિયર્સ બનેલા પોલીસકર્મી મુકેશભાઈ સોમાભાઈનો પરિવાર આજે ખબુજ પસ્તાઈ રહ્યો છે. ૬ જૂને સવારે પિતાની તબિયત બગડતા પુત્ર મુકેશભાઇને લઈ સેલ્બી, એસવીપી, એલજી અને સિવિલમાં ર્ફ્યા પણ કોઈએ દાખલ જ ના કર્યા તે સત્ય છે. સેલ્બી હોસ્પિટલમાં તો PI પણ હાજર હતા તેમ છતાં મુકેશભાઈને સારવારમાં લીધા ન હતા. આ અંગે ACP ટ્રાફ્કિ વહીવટ આકાશ પટેલને પણ જાણ કરી છતાં કશું થયું ન હતું. જો.કે એનાથી પણ વધારે શરમ જનક વાત તો એ હતી કે, હોસ્પિટલમાં લઇ જવા માટે ૧૦૮ પણ આવતી ન હતી એટલે પરિવાર રીક્ષા અને બાઈક પર લઈ રઝળ્યો હતો.