ETV Bharat / city

હવે બાળકો ટ્રાફિક સિગ્નલ પર 'ભિક્ષા નહીં શિક્ષા' મેળવશે, આ રીતે થશે ફાયદો

અમદાવાદ બોડકદેવ ખાતે (traffic signal School In Ahemdabad) શનિવારે ભિક્ષા વૃત્તિ કરતા બાળકો માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જરૂરિયાતમંદ બાળકોને (traffic signal School for needy children) શિક્ષણ મળે તે માટે સિગ્નલ સ્કુલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

હવે બાળકો ટ્રાફિક સિગ્નલ પર ભિક્ષા નહીં માંગે પણ શિક્ષણ મેળવશે

author img

By

Published : Jun 26, 2022, 8:23 AM IST

Updated : Jun 26, 2022, 8:47 AM IST

અમદાવાદ: બોડકદેવ ખાતે શનિવારે ભિક્ષા વૃત્તિ કરતા બાળકો માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ (traffic signal School for needy children) યોજાયો હતો, જેમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને મેયર કિરીટ પરમારની ઉપસ્થિતિમાં (traffic signal School In Ahemdabad) બાળકોનો શાળા પ્રવેશોત્સવ કરવામાં આવ્યો હતો અને મુખ્યપ્રધાન દ્વારા બાળકોને સ્કૂલબેગ આપીને આવકારવામાં (School Entrance Program for children) આવ્યા હતાં.

હવે બાળકો ટ્રાફિક સિગ્નલ પર ભિક્ષા નહીં માંગે પણ શિક્ષણ મેળવશે

આ પણ વાંચો: Bogus Doctor in Patan : ડોક્ટરનો દીકરો એટલે ડોક્ટર બની બેઠાં? પોલીસે શું કાર્યવાહી કરી જાણો

શિક્ષણ માટે સિગ્નલ સ્કૂલ: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ટ્રાફિક સિગ્નલ પર ભિક્ષા વૃત્તિ (Begging instinct at a traffic signal) કરતા વંચિત-દરિદ્ર બાળકો માટે ‘ભિક્ષા નહીં શિક્ષા’નો અભિગમ પાર પાડી એક પણ બાળક શિક્ષણ મેળવવાથી બાકાત ન રહે તેવું આયોજન કરાશે. રાજ્યમાં જ્યાં જરૂર જણાય ત્યાં સિગ્નલ સ્કૂલ શરૂ કરવાની રાજ્ય સરકારની નેમ છે. છેવાડાના માનવીનું સંતાન પણ શિક્ષણ-કેળવણીની મુખ્યધારા સાથે જોડાય તેવા પ્રયત્નો સરકારે કર્યા છે.

સરકારી શાળામાં પ્રવેશ અપાશે: ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા મ્યુનિ. સ્કૂલ બોર્ડના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં શરૂ કરાયેલી સિગ્નલ સ્કૂલનાં 139 બાળકોને મહાનગરપાલિકાની પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ અપાયો હતો. સિગ્નલ સ્કૂલના પ્રતિનિધિ રૂપ 10 બાળકોને શૈક્ષણિક કિટ એનાયત કરવામાં આવી હતી. તેમજ 02 બાળકોને શાળા પ્રવેશનો પત્ર આપવામાં આવ્યો હતો.

વિચરતી જાતિના બાળકોને પણ શિક્ષણ મળશે: મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, ચાર રસ્તા -સિગ્નલ પર ભિક્ષા માગતા બાળકો જ નહિ, પરંતુ વિચરતી જાતિના તેમજ અગરિયાનાં બાળકો સુધી પણ શિક્ષણ પહોંચે એ માટે રાજ્ય સરકારે વ્યાપક આયોજન કર્યું છે. પ્રાથમિક શિક્ષણ સૌને મળે તેમજ વંચિત, પીડિત, શોષિત કે વિચરતી જાતિના કોઈ બાળક શિક્ષણથી કે શાળા પ્રવેશથી બાકાત ન રહે તેવી આપણી નેમ છે. અગરિયા વિસ્તારમાં 40 જેટલી સ્કૂલ ઓન વ્હીલ્સ અને વિચરતી જાતિના લોકો માટેની વસાહતોમાં શાળા અને હોસ્ટેલની સુવિધાઓ પણ આપી છે.

પ્રવેશોત્સવની સફળતા: આ વર્ષના પ્રવેશોત્સવની સફળતા અંગે વાત કરતાં મુખ્યપ્રધાને ઉમેર્યું હતું કે, પ્રવેશોત્સવના બે દિવસમાં ધોરણ-1 માં 3.83 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે, તથા 1.88 લાખથી વધુ કન્યાઓએ શાળામાં પ્રવેશ મેળવ્યો છે. જ્યારે 78 હજાર બાળકોએ આંગણવાડીમાં પ્રવેશ મેળવ્યો છે. 2003 થી અત્યાર સુધી ઉજવાયેલા પ્રવેશોત્સવની સમગ્રતયા સફળતા અંગે વાત કરતાં મુખ્યપ્રધાને જણાવ્યું હતુ કે, છેલ્લાં 20 વર્ષમાં ડ્રોપ આઉટ રેશિયો 37.22 ટકાથી ઘટીને આજે 3.39 ટકા થયો છે.

આ પણ વાંચો: Seed Ball Plantation : જૂઓ આ નવતર અભિગમ કેવી રીતે કરશે હરિયાળી ક્રાંતિ

ઉચ્ચ શિક્ષણમાં આટલી સંસ્થાઓ થઈ શરૂ: છેલ્લાં 20 વર્ષ પહેલાં 21 યુનિવર્સિટી હતી, આજે 103 થઈ ગઈ છે. કોલેજોની સંખ્યા 775 થી 3177 સુધી વધી છે. એન્જિનિયરિંગ કૉલેજો 26 હતી, તે વધીને આજે 133 થઈ છે, 31 પોલિટેક્નિક કૉલેજો હતી, આજે તેની સંખ્યા વધીને 144 થઈ છે. પ્રોફેશનલ કૉલેજો 108 હતી તે વધીને 503 થઈ છે. મેડિકલ સીટો 1375 હતી, તે વધીને 5700 થઈ છે.

Last Updated : Jun 26, 2022, 8:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.