અમદાવાદ: હાલમાં અમદાવાદમાં કોરોનાનો પ્રકોપ સૌથી વધુ જોવા મળે છે. અમદાવાદમાં કોરોનાના દર્દીઓની પોઝિટિવ સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે, ત્યારે અમદાવાદની મધ્યે આવેલી વી એસ હોસ્પિટલની એસ.વી.પી હોસ્પિટલમાં દર્દીઓ માટે જગ્યા પણ નથી.
કોરોનાના દર્દીઓથી આ હોસ્પિટલ ભરાઈ ગઈ છે અને હવે આવનાર વધુ દર્દીઓને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યાં છે. એટલે અમદાવાદ સૌથી વધુ પ્રભાવિત વિસ્તારમાં કહી શકાય છે.
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા એક અઠવાડિયા પહેલા એક પણ પોઝિટિવ કેસ ન હતો. એટલે કે કોરોના મુક્ત ગાંધીનગર હતું. તેમાં હાલમાં 45 જેટલા પોઝિટિવની સંખ્યા થઈ ગઈ છે, ત્યારે પોલીસ તંત્ર દ્વારા ગાંધીનગર અને અમદાવાદના એન્ટ્રી પોઈન્ટ ઉપર કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે આવેલા ચ રોડ સર્કલ પર આજે ખૂબ જ ટ્રાફિક જોવા મળ્યો હતો.
પોલીસ દ્વારા એકે એક વાહનનું કડક ચેકિંગ કરવામાં આવતું હતું, પરંતુ એકસાથે ગાંધીનગરમાં એન્ટ્રી થતાં સૌથી મોટા આ સર્કલ પર અચાનક વાહનોનો ખડકલો થઇ જતા પોલીસે પણ કુનેહ ભરી આવડતથી તેને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો હતો.