ETV Bharat / city

લો બોલો... ગુજરાતમાં ગાંધીનગરની સરકારી કચેરીઓનો કુલ રૂ. 48.71 કરોડ ટેક્સ બાકી

ગાંધીનગરમાં રાજ્યની સરકારી કચેરીઓના કરોડો રૂપિયાના મિલકત વેરા બાકી હોવાનું સામે આવ્યું છે, જેમાં રાજ્ય સરકારના R And B વિભાગને ગાંધીનગર કોર્પોરેશન દ્વારા બાકી ટેક્સની નોટિસ (GMC issues notice to R And B)આપવામાં આવી છે.

રાજ્યની સરકારી કચેરીઓનો કુલ 48.71 કરોડ ટેક્સ બાકી, GMC એ R&Bને આપી નોટિસ

author img

By

Published : Feb 7, 2022, 6:15 PM IST

Updated : Feb 7, 2022, 9:27 PM IST

ગાંધીનગર : રાજ્યના પાટનગર ગાંધીનગરમાં રાજ્યની તમામ મોટી ઓફિસો ગાંધીનગરમાં સ્થાયી છે, જે ગાંધીનગર કોર્પોરેશન હસ્તક આવે છે, જ્યારે સરકાર અને તંત્રની વાત કરીએ તો જો સામાન્ય વ્યક્તિ કે પેઢીના પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તો સતત નોટિસો આપવામાં આવતી હોય છે, ત્યારે સરકારની સરકારી કચેરીઓની જ કરોડો રૂપિયાના મિલકત વેરા બાકી હોવાનું સામે (Property tax arrears of government offices)આવ્યું છે, જેમાં રાજ્ય સરકારના R And B વિભાગને ગાંધીનગર કોર્પોરેશન દ્વારા બાકી ટેક્સની નોટિસ (GMC issues notice to R&B)આપવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarat Anti-corruption Bureau: ગાંધીનગરના ચીફ ફાયર ઓફીસર લાંચ લેતાં ઝડપાયા

બાકી રહેલા મિલકતોની વિગતો

  • જૂની સચિવાલય કુલ 173 મિલકતો, 3.85 કરોડ ટેક્સ બાકી
  • નવા સચિવાલય કુલ 90 મિલકતો 11.45 લાખ ટેક્સ બાકી
  • સ્વર્ણિમ સંકુલ 1, સ્વર્ણિમ સંકુલ 2 અને વિધાનસભા : 4.75 કરોડ ટેક્સ બાકી
  • M.L.A. કવાટર્સ, અન્ય કવાટર્સ, સરકારી ઓફિસો સહિત કુલ 13464 મિલકતમાં 4.75 કરોડ ટેક્સ બાકી

R And B વિભાગને કરાઇ છે જાણ

ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ આ બાબતે બજેટ દરમિયાન જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની અનેક બિલ્ડિંગોના ટેકસ બાકી છે, તે કુલ 29 કરોડની આસપાસનો ટેકસ બાકી હોવાનુ નિવેદન કમિશનર ધવલ પટેલ આપ્યું હતું, ત્યારે કોર્ટ 48 કરોડથી વધુનો ટેક્સ બાકી હોવાનું કોર્પોરેશનના ચોપડે હોવાનું સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહ્યું છે, જ્યારે બંને વિભાગ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગને તમામ મુદ્દે ધ્યાન છે અને આ બાબતે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (Gandhinagar Municipal Corporation) દ્વારા પણ લેખિતમાં સરકારના R And B વિભાગને જાણ કરાઈ હોવાની વિગતો પણ ગાંધીનગર મ્યુ. કમિશ્નર ડોકટર ધવલ પટેલે આપી છે.

આ પણ વાંચો: GMC Budget 2022: ગાંધીનગર મનપાના બજેટમાં 2.15 કરોડનો વધારો કરવામાં આવ્યો

ક્યાં થશે ચુકવણી

ગાંધીનગર કોર્પોરેશન પછી ગાંધીનગર શહેરમાં આવેલ સ્વર્ણિમ સંકુલ-1, સંકુલ-2, વિધાનસભા સંકુલ સચિવાલય, જૂની સચિવાલય તથા અન્ય સરકારી ઇમારતોના ટેક્સના મુદ્દે અનેક વખત પ્રશ્નો અને સવાલો થતા હોય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને બાકીના ટેક્સ ક્યારેય ચૂકવવામાં આવશે તે જોવું રહ્યું.

Last Updated : Feb 7, 2022, 9:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.