ETV Bharat / city

vat savitri vrat: વટ સાવિત્રી વ્રત છે અખંડ સૌભાગ્યનું વ્રત - today is vat savitri vrat

હિંદુ ધર્મ અને સંસ્કૃતિમાં વટ સાવિત્રી વ્રતનો અનેરો મહિમા છે. પતિના લાંબા આયુષ્ય માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરતી હોય છે. આજે જેઠ સુદ અગિયારસથી વટ સાવિત્રી વ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે. આ વ્રત જેઠ સુદ અગિયારસથી પૂનમ સુધી ચાલતુ હોય છે. ભારતમાં દરેક પ્રાંતમાં અલગ-અલગ ભાતીગળ રીતરિવાજ મુજબ આ વ્રત થાય છે.

વટ સાવિત્રી
વટ સાવિત્રી
author img

By

Published : Jun 21, 2021, 2:21 PM IST

  • જેઠ સુદ અગિયારસથી વટ સાવિત્રી વ્રતનો પ્રારંભ
  • પૂનમ સુધી ચાલશે વ્રત
  • સૌભાગ્યવતી સ્ત્રીઓ કરે છે વટ સાવિત્રી વ્રત

અમદાવાદ: આજે સોમવારે જેઠ સુદ અગિયારસથી વટ સાવિત્રી વ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે. પતિના લાંબા આયુષ્ય માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરતી હોય છે. જે અંતર્ગત વડની પૂજા કરવામાં આવે છે.

શું છે વ્રતની પદ્ધતિ ?

આ વ્રત જેઠ સુદ અગિયારસથી પૂનમ સુધી ચાલતુ હોય છે. આ વ્રત કરનારા સૌભાગ્યવતી સ્ત્રીઓ શરૂઆતના બે દિવસ ફળ-ફળાદીનો આહાર કરી શકે છે. ત્યાર પછી સંપૂર્ણ નિરાહાર રહી શકાય છે. આ વ્રતમાં વડનું પૂજન કરવામાં આવે છે. શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે વડના મૂળમાં બ્રહ્માજીનો વાસ, થડમાં વિષ્ણુનો વાસ, જ્યારે થડના ઉપરના ભાગમાં શંકરનો વાસ હોય છે. વડની પૂજા કરવા માટે ધૂપ, અબીલ, ફળ-ફૂલ,જળ અર્પણ તેમજ દીપ પ્રાગટ્ય કરવામાં આવે છે. વડની ફરતે સુતરની આંટી લપેટવામાં આવે છે.

શું છે વ્રતની કથા ?

હિંદુ ધર્મ અને સંસ્કૃતિમાં આ વ્રતનો અનેરો મહિમા છે. આ વ્રત પાછળની કથા મુજબ સાવિત્રીએ પોતાના પતિને જીવન માટે યમરાજા સાથે વાદવિવાદ કર્યો. અંતે યમરાજ પ્રસન્ન થાત વરદાનમાં પોતાના પતિના પ્રાણ યમરાજા પાસે માંગ્યા. યમરાજાએ પ્રસન્ન થઈને આ દિવસે વ્રત કરનાર સ્ત્રીઓને અખંડ સૌભાગ્યનું વરદાન આપ્યું. ભારતમાં દરેક પ્રાંતમાં અલગ-અલગ ભાતીગળ રીતરિવાજ મુજબ આ વ્રત થાય છે. ભલે પૂજા પદ્ધતિ અલગ-અલગ હોય પરંતુ તેના મૂળમાં શ્રદ્ધા અને પ્રેમ જ છે.

આ પણ વાંચો: vat savitri : વ્રત વિશે જાણો આ અહેવાલમાં, સ્ત્રીઓ કેમ કરે છે આ વ્રત?

કઇ રીતે કરવામાં આવે છે પૂજા

આ વ્રત કરવા માટે પૂજા કઈ રીતે કરવામાં આવે છે, શું નિયમ છે અને શું મહત્વ છે તે જાણવા અમે આચાર્ય રામાશંકર દુબે સાથે ખાસ વાતચીત કરી. આચાર્યએ કહ્યું કે આ વર્ષનો પહેલો તહેવાર છે જે સૌભાગ્ય પ્રાપ્તિ માટે ખૂબ જ મોટો માનવામાં આવે છે. આ વર્ષે અમાસ 9 જૂન બપોરે 1:57 વાગ્યે શરૂ થશે અને 10 જૂને સાંજે 4: 22 વાગ્યે સમાપ્ત થશે. જો કે અમાસનો 9 મીથી જ પ્રારંભ થઈ રહ્યો છે, પરંતુ 10 મી જૂને શુભ અમાસ છે એટલે તે જ દિવસે મહિલાઓ ઉપવાસ કરશે.

વ્રતમાં વડના વૃક્ષનો મોટો મહિમા

આ વ્રતમાં વટ વૃક્ષને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે બ્રહ્મા વડના ઝાડના મૂળમાં, મધ્યમાં વિષ્ણુ અને સામે શિવમાં રહે છે. દેવી સાવિત્રી પણ આ વૃક્ષમાં વસે છે. તેથી વટ સાવિત્રીના વ્રતના દિવસે મહિલાઓ વટના ઝાડની પરિક્રમા કરે છે અને 108 વખત કાચું સૂતર વીંટે છે. આ પછી બધી મહિલાઓ એકસાથે બેસીને સાવિત્રીની કથા સાંભળે છે. કથા સાંભળીને પણ બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે અને પતિની મુશ્કેલીઓ દૂર થાય છે.

આ પણ વાંચો: આજે જેઠ સુદ પૂનમ, વટ સાવિત્રી વ્રત

સાવિત્રી એક પતિવ્રતા સ્ત્રી હતી

વટસાવિત્રી વ્રતના ઇતિહાસ વિશે લોકવાર્તા છે કે, સાવિત્રી એક પતિવ્રતા સ્ત્રી હતી. જેના પતિનું આયુષ્ય ખૂબ જ ટૂંકુ હતું. આથી યમરાજ જ્યારે સવિત્રીના પતિને યમલોક લઇ જવા લેવા આવ્યા. ત્યારે સાવિત્રીએ પોતાના સતીત્વના જોરે યમરાજ સાથે વાદ-વિવાદ કરી પોતાના પતિના પ્રાણ પાછા મેળવ્યા. એટલે આ વ્રત કરવાથી સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતી બને છે તેવી માન્યતા છે.

વટ સાવિત્રી વ્રત છે અખંડ સૌભાગ્યનું વ્રત

વ્રત કરનારી સ્ત્રી સ્વચ્છ નવા કપડાં પહેરીને આખા દિવસ દરમિયાન ઉપવાસ રાખે છે

આ વ્રત કરનારી સ્ત્રી સ્વચ્છ નવા કપડાં પહેરીને આખા દિવસ દરમિયાન ઉપવાસ રાખે છે અને વડના વૃક્ષની આસપાસ સુતરનો દોરો લપેટે છે. તેમજ વડને જળ અર્પણ કરી તેની પૂજા કરે છે. આજના દિવસે વત સાવિત્રીનું વ્રત, વિશ્વ પર્યાવરણ દિવસ અને ચંદ્રગ્રહણ એમ ત્રણેય અદભુત ઘટનાઓનો સંયોગ રચાયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.