ETV Bharat / city

વિશ્વના સૌથી પહેલા એન્જિનિયર, ભગવાન વિશ્વકર્માની આજે જન્મજયંતિ - ahmedabad vishwakarma temple

મહાસુદ તેરસ ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે અમદાવાદના રાણીપમાં આવેલા ભગવાન વિશ્વકર્માના મંદિર ખાતે વિશેષ શણગાર સાથે અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો.

અમદાવાદ
અમદાવાદ
author img

By

Published : Feb 25, 2021, 5:39 PM IST

Updated : Feb 25, 2021, 9:38 PM IST

  • વિશ્વકર્મા મંદિરમાં ભક્તોની સવારથી જ દર્શન માટે ભક્તોની ભીડ
  • ભગવાનને વિશેષ અન્નકુટ, પૂજા-અર્ચના માટે હવનનું કરાયું આયોજન
  • સાંસદ કિરીટ સોલંકી સહિતના નેતાઓએ વિશ્વકર્મા જયંતીની પાઠવી શુભકામના
    ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિ

અમદાવાદ: વિશ્વના પહેલા એન્જિન્યર અને આર્કિટેક કહેવાતા ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિની ઉજવણી આજે ગુરુવારના રોજ વિવિધ મંદિરોમાં કરવામાં આવી રહી છે. અમદાવાદના રાણીપમાં આવેલા ભગવાન વિશ્વકર્માના મંદિર ખાતે વિશેષ અન્નકુટ પણ ધરવામાં આવ્યો છે અને પૂજા-અર્ચના સાથે હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાણીપ વિશ્વકર્મા મંદિરના ટ્રસ્ટિ અને કાર્યકરો દ્વારા મંદિર પર ખાસ રંગોળી પણ કરવામાં આવી છે. મંદિરના ફૂલો તથા વિવિધ લાઇટ્સ દ્વારા શણગાર પણ કરવામાં આવ્યો છે. આ સાથે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા 150 કિલોથી વધારેનો પ્રસાદ પણ બનાવવામાં આવ્યો છે. ભગવાનના દર્શન કરવા આવતા તમામ ભકતોને વિશેષ પ્રસાદ પણ આપવામાં આવ્યો છે.

અમદાવાદના રાણીપમાં ભગવાન વિશ્વકર્માના મંદિરનો વિશેષ શણગાર

વાસ્તુકલાના આચાર્ય ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિ

ભારતીય સંસ્કૃતિમાં આજના દિવસને ખુબ શુભ માનવામાં આવે છે. વસુદેવ અને માતા અંગિરસીના પુત્ર ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિ છે. મહાસુદ તેરસના દિવસે ભગવાનનો જન્મ થયો હતો. ભગવાન વિશ્વકર્મા શ્રૃષ્ટિના રચિતા છે. આપણે જે પણ જોઇએ છીએ તેનું સર્જન ભગવાન વિશ્વકર્માએ કર્યુ છે. વિશ્વકર્માને વાસ્તુકલાના આચાર્ય ગણવામાં આવે છે. ઘર, ઓફિસ સહિતના તમામ વસ્તુઓની રચના કરવામા માટે ભગવાને આપેલા રચનાના આધારે કરવામાં આવે છે. જેનાથી લાભ અને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.

ધારાસભ્ય જગદિશ પટેલનું ટ્વીટ
ધારાસભ્ય જગદિશ પટેલનું ટ્વીટ

સોનાની લંકા ભગવાન વિશ્વકર્માએ રચી હતી

રાવણની પ્રસિદ્ધ સોનાની લંકા, ઈન્દ્રપુરી, યમપુરી, વરૂણપુરી, પાંડવપુરી, કુબેરપુરી, શિવમંડલપુરી તથા સુદામાપુરીનું નિર્માણ ભગવાન વિશ્વકર્માએ કર્યું હતું. પૌરાણીક કથાઓ મુજબ ઉડીસામાં આવેલી ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની મૂર્તિનું નિર્માણ પણ ભગવાન વિશ્વકર્માએ જ કર્યું હતું. ભગવાન શ્રીરામ માટે સેતુ-નિર્માણ કરનારા વાનરરાજ નલ તેમના જ અંશમાંથી જન્મ્યા હતા.

લોકસભાના સાંસદ પરબત પટેલનું ટ્વીટ
લોકસભાના સાંસદ પરબત પટેલનું ટ્વીટ
સાંસદ ડો.કિરીટ સોલંકીનું ટ્વીટ
સાંસદ ડૉ.કિરીટ સોલંકીનું ટ્વીટ

ભગવાન વિશ્વકર્માને પ્રસન્ન કરવાનો શ્લોક

નિરંજન નિરાકારં નિવિકલ્પં નિરૂપકય |
નિકાધાર નિરાલંબ નિવિધ્નત્મન્નમો નમઃ ||
અનાદિ ય્તપ્રમાણંચ અરૂપંચ દયાસ્પદમ્ |
ત્રૈલોક્ય મય નામત્વં વિશ્વકર્મન્નમે સ્તુતે ||

ઈજનેરો ભગવાન વિશ્વકર્માની પૂજા કરી મેળવે છે વિશેષ ફળ

વિશ્વકર્મા જયંતિના અવસરે ભગવાનના વિશેષ ફળ અને ભગવાનની ક્રૃપા વધારવા માટે ભક્તો દ્વારા મંદિરો અને પોતના ઘરે પૂજા અર્ચના કરવામાં આવે છે. ઉદ્યોગકારો, ઇજનેરો, શસ્ત્રોના કારીગર, કારખાને દારો ભગવાનને પૂજા કરી વિશેષ ફળની પ્રાપ્તિ કરે છે.

Last Updated : Feb 25, 2021, 9:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.