- AAPનું મિશન 2022 લોન્ચ
- AAPનું સદસ્યતા અભિયાન લોન્ચ
- AAPએ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીઓની તૈયારી શરૂ કરી
આ પણ વાંચો: દિલ્હીમાં પ્રચંડ જીત બાદ 'AAP' એક કરોડ સદસ્યોને જોડશે
અમદાવાદ: આમ આદમી પાર્ટીએ લોકોના પોઝિટિવ રિસ્પોન્સને જોતા 2022ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ સદસ્યતા અભિયાન લોન્ચ કર્યું હતું. ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીમાં ગુજરાતના હજારો લોકો જોડાવા માંગે છે. ત્યારે પાર્ટીનું લક્ષ્ય છે કે, 50 દિવસમાં 50 લાખ લોકોને આમ આદમી પાર્ટી સાથે જોડવામાં આવે અને આ માટે પાર્ટીએ એક નંબર પણ લોન્ચ કર્યો છે. તે નંબર ઉપર મિસકોલ આપતા સામેથી આમ આદમી પાર્ટીના કાર્યકરો જે-તે વ્યક્તિનો સંપર્ક કરશે. સોમવારથી જ સમગ્ર ગુજરાતમાં આ અભિયાન લોન્ચ કરાયું છે.
આ પણ વાંચો: સુરતમાં 27 સીટ સાથે AAPની ધમાકેદાર એન્ટ્રી
મુખ્યપ્રધાનના હોમગ્રાઉન્ડમાં આમ આદમી પાર્ટીનો અસરકારક દેખાવ
ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હોમગ્રાઉન્ડમાં 18 ટકા વોટ આમ આદમી પાર્ટીને મળ્યા છે, ઉપરાંત ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 150થી વધુ સીટો આમ આદમી પાર્ટી નજીવા અંતરથી હારી છે. જે લોકો ભાજપ-કોંગ્રેસની કંટાળ્યા હોય અને નવી રાજનીતિની અપેક્ષા રાખતા હોય અને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાવવા માંગતા હોય તેમના માટે દ્વાર ખુલ્લા છે. ગોપાલ ઇટાલીયા જણાવ્યું હતું કે, જેમની ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ હોય કે અન્ય ફરિયાદ થઇ હોય તેવા લોકોને પાર્ટીમાં જગ્યા મળશે નહીં.