ETV Bharat / city

રોજગાર સેતુ થકી રાજ્યનો યુવાન મેળવશે રોજગારલક્ષી તમામ માહિતી આંગળીના ટેરવે

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વરદ હસ્તે ‘રોજગાર સેતુ’ તેમજ ‘ઓનલાઇન ભરતી મેળા પખવાડિયા’નો શુભારંભ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ આ નવતર પહેલથી રાજ્યના યુવાનોને રોજગારલક્ષી તમામ માહિતી આંગળીના ટેરવે મળી રહેશે.

Ahmedabad
Ahmedabad
author img

By

Published : Jan 15, 2021, 9:02 PM IST

  • 63-57-390-390 નંબર ડાયલ કરી મેળવી શકાશે રોજગારની માહિતી
  • ખાનગી અને જાહેર ક્ષેત્રોમાં ઉપલબ્ધ રોજગારની માહિતી
  • SMSના માધ્યમથી અપાશે રોજગારલક્ષી માહિતી

ગાંધીનગર: 'રોજગાર સેતુ' થકી રાજ્યનો યુવાન ઘરે બેઠા જ ફક્ત એક નંબર 63-57-390-390 ડાયલ કરી ખાનગી અને જાહેર ક્ષેત્રોમાં ઉપલબ્ધ રોજગારની માહિતી મેળવી શકશે. રાજ્યના કોઈ પણ જિલ્લાની રોજગાર કચેરીની સેવાઓ સહિતની તમામ પ્રકારની અભ્યાસલક્ષી, રોજગારલક્ષી તથા સ્વરોજગારી વિષયક નાણાંકીય/સાધન સહાય વિશેની માહિતી પણ મેળવી શકશે. આ નવતર પહેલના પરિણામે રાજ્યનો કે રાષ્ટ્રનો કોઈ પણ યુવા કોલ સેન્ટરના માધ્યમથી જિલ્લા રોજગાર કચેરી સાથે સીધો સંવાદ કરી જરૂરિયાત મુજબની માહિતી મેળવી શકશે, એમ રોજગાર અને તાલીમ નિયામકની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

કોલ સેન્ટરમાં 75 કાઉન્સેલર સેવા આપશે

આ નંબર ડાયલ કર્યા બાદ 1થી 4 અંક દબાવવાથી રોજગાર કચેરીઓની સેવાઓ અંગે તથા 5 અંક દબાવવાથી ઉમેદવાર કાઉન્સેલર સાથે સીધો સંવાદ કરી શકશે. સંવાદ પૂર્ણ થયે SMSના માધ્યમથી ઉમેદવારને રોજગાર કચેરીની વિગત પણ પ્રાપ્ત થશે. આ કોલ સેન્ટરમાં રાજ્યભરમાંથી 75 જેટલા કાઉન્સેલર સેવાઓ આપશે.

ઑનલાઈન ભરતી મેળાનું આયોજન

રાજ્યનો યુવા પોતાની અભિરૂચિ, શક્તિઓ, યોગ્યતા અને વ્યક્તિત્વના લક્ષણો મુજબ કારકિર્દી કે સેવાની પસંદગી કરી શકે તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકાર 12 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી, 2021 ઓનલાઇન ભરતી મેળા પખવાડિયાની ઉજવણી કરી રહી છે. આ ઓનલાઇન ભરતી મેળા પખવાડિયાની ઉજવણી દરમિયાન 270 ઓનલાઇન ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 600 જેટલા નોકરી દાતાઓ દ્વારા 25,000થી વધુ ઉમેદવારોને રોજગારીની સુવર્ણ તક આપવામાં આવશે. રાજ્યના યુવાનોને કારકિર્દી ઘડતરમાં ચોક્કસ દિશા મળે તે માટે ‘મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના’- માહિતી પુસ્તિકા પણ રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.