અમદાવાદ: દૂધ, ફળ, શાકભાજી, ચોખા, કઠોળ અને મસાલાથી લઈને અન્ય પેકેજ આઈટમ સહિતની ચીજવસ્તુઓની વહેલી સવારે સાત વાગ્યાં પહેલા ડિલિવરી સુનિશ્ચિત કરીને ક્લિક નીટે એક વિશેષ મોડલ પ્રસ્થાપિત કર્યું છે. જે કોવિડ-19ની પહેલાની કોન્ટેક લિસ્ટ ડિલિવરી ઓફર કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, થોડા વર્ષ પહેલાં 50 લાખના રોકાણ સાથે શરૂ કરાયેલી કંપનીએ આવકોમાં માસિક 28 ટકાની ઝડપી વૃદ્ધિ સાથે બે હજારથી વધુ ગ્રાહકોને હાલમાં દર મહિને 15 હજાર લિટરથી વધુ દૂધ, 2000 કિલો શાકભાજીની ડિલિવરી સાથે 70 હજારથી વધુ ઓર્ડર્સ પૂર્ણ કર્યાં છે. આગામી ત્રણ વર્ષમાં કંપની સો મિલિયનનું કદ હાંસલ કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
દર મહિને 15 હજાર લિટરથી વધુ દૂધ, 2000 કિલો શાકભાજીની ડિલિવરી સાથે 70 હજારથી વધુ ઓર્ડર્સ પૂર્ણ કર્યાં આ વિશે વધુ વાત કરતા દેવાંગ ગોહિલ જણાવે છે કે, એક સ્ટાર્ટઅપ હોવા તરીકે અમે અમારું પ્રથમ સિડ ફંડ દ્વારા રૂપિયા 11 લાખની ભંડોળ એકત્ર થયું છે. નેટ ખાતે અમે ટેકનોલોજી ઇનોવેશન અને ગ્રાહકોના સંતોષ ઉપર હંમેશા ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને અત્યંત સ્પર્ધાત્મક કિંમતે ગ્રાહકોને સમયસર ડિલિવરી ઑફર કરીએ છીએ. વધુમાં કંપનીના યુઝર ફ્રેન્ડલી પ્લેટફોર્મના ઉપયોગથી કોઈ પણ ગ્રાહક તેમની જરૂરિયાતની દરેક ચીજ વસ્તુઓને સરળતાથી ઓર્ડર કરવા માટે સક્ષમ છે. જો કે, મહત્વનું છે કે લોકોને મિનિમમ ડિલિવરી કરવી પડતી હોય છે ત્યાર પછી જ તેમનો ઓર્ડર મળે છે. જ્યારે અમારી એપ્લિકેશન દ્વારા જો કોઈ ગ્રાહક પાંચ રૂપિયાની વસ્તુ પણ અમારી એપ્લિકેશનથી ઓર્ડર કરશે તો તે પણ સ્વીકારવામાં આવશે અને કોઈપણ વધારાનો ચાર્જ લગાવવામાં આવતો નથી.