અમદાવાદ: કોરોના વાયરસને લઈને લોકોમાં જાગૃતતા આવે તે ઉદેશ સાથે વસ્ત્રાપુર પોલીસે NGO સાથે મળીને કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ અંગે જણાવવામાં આવ્યું હતું.શહેરના પકવાન ચાર રસ્તા પાસે વસ્ત્રાપુર પોલીસ અને સામાજિક સંસ્થા દ્વારા સોશિયલ ડિસ્ટન્સ,માસ્ક પહેરવા તથા ૨૦ સેકેંડ સુધી હાથ ધોવા જેવી બાબતે લોકોમાં જાગૃતતા લાવવાના હેતુથી કાર્યક્રમ યોજ્યો હતો.
આ ઉપરાંત વસ્ત્રાપુર પોલીસ દ્વારા રસ્તેથી પસાર થનાર રાહદારીઓને પોલીસે માસ્ક પણ પહેરાવ્યાં હતાં. અમદાવાદ શહેરમાં મોટાપાયે લોકો રિક્ષામાં પણ અવરજવર કરતાં હોય છે ત્યારે ખાસ કરીને રિક્ષાચાલકો પોતો પણ સલામત રહે અને મુસાફરો પણ કોરોનાથી બચીને રહે તે માટે રિક્ષાચાલકોને ખાસ સમજાવવામાં આવ્યાં હતાં અને તેમને વાયરસની ગંભીરતા સમજાવી જરુરી ગાઇડલાઇન્સના નિયમોનું પાલન કરવા મનાવ્યાં હતાં.
આમ તો પોલીસ દ્વારા માસ્ક ન પહેરનારા પાસેથી દંડ વસૂલવામાં આવે છે. આજે પોલીસ દ્વારા લોકોમાં જાગૃતતા આવે તે માટે લોકોને સમજાવીને માસ્ક પહેરવામાં આવ્યાં હતાં.