ETV Bharat / city

ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને લઈને આ વર્ષે પણ અસમંજસ - ગુજરાત હાઇકોર્ટ

દેશમાં ચાલી રહેલી કોરોના મહામારીમાં રથયાત્રા નીકળશે કે કેમ ? તેવો એક પ્રશ્ન ફરી એક વખત ઉપસ્થિત થયો છે જોકે, જગતના નાથની યાત્રા નીકળશે કે નહીં તે હજુય નક્કી નથી પરંતુ મામા દ્વારા મામેરાની તૈયારીઓ શરૂ કરીને આખરી ઓપ આપવામાં આવી છે. જેનો અર્થ થઈ રહ્યો છે કે, ભગવાનની રથયાત્રા નીકળશે કે નહિ પરંતુ પરંપરા મુજબ જગતના નાથનું મામેરૂં કરવામાં આવી રહ્યું છે.

ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને લઈને આ વર્ષે પણ અસમંજસ

author img

By

Published : Jun 1, 2021, 10:56 PM IST

  • ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા
  • મહંત અને ટ્રસ્ટીઓએ તૈયારીઓ કરી શરૂઆત
  • કોરોનાની મહામારીમાં રથયાત્રા નીકળશે કે કેમ, પ્રશ્ન યથાવત?

અમદાવાદ: શહેરમાં દરવર્ષે પરંપરાગત રીતે નીકળતી અષાઢી બીજના દિવસની જગન્નાથજીની રથયાત્રાને લઈને ફરીથી પ્રશ્ન ઉપસ્થિત થયો છે. ત્યારે ગતવર્ષે કોરોના મહામારીના કારણે ભગવાનની રથયાત્રા મંદિરની બહાર સમગ્ર શહેરમાં ફરવાના બદલે માત્ર મંદિર પરિસરમાં જ ફરી હતી. જોકે, આ વખતે પણ રથયાત્રા યોજાશે કે કેમ આ અંગે અનિશ્ચિતતા પ્રવર્તે છે. ત્યારે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ જણાવ્યું હતું કે, દરવર્ષની જેમ અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથનું પૂજન કરવામાં આવતું હોય છે. આ પૂજન બાદ 3-4 દિવસમાં રથનું સમારકામ અને રંગરોગાન શરૂ કરવામાં આવતું હોય છે. 12મી જુલાઈએ નીકળતી રથયાત્રા અંગે હાલમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ એક બાબત ખુબ જ સ્પષ્ટ છે કે, સરકારના નિયમોને ધ્યાને મુકવામાં આવશે. જેનું પાલન મંદિર દ્વારા કરવામાં આવશે.

ગત વર્ષે મહામારીના કારણે નીકળી ન હતી રથયાત્રા

ગતવર્ષની વાત કરીએ તો કોરોના મહામારીના કારણે ઐતિહાસિક એવી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા ઇતિહાસમાં પ્રથમ વાર મંદિરની બહારની જગ્યાએ મંદિર પરિસરમાં જ ફરી હતી. કોરોનાને કારણે રથયાત્રા છેલ્લે સુધી કાઢવા મામલે સરકાર અને મંદિર વચ્ચે વાતચીત થઈ હતી. જોકે, હાઇકોર્ટમાં પણ આ મામલે સુનાવણી યોજાઈ હતી. છેવટે ભગવાન જગન્નાથજીના રથયાત્રા મંદિર પરિસરમાં જ કાઢવાનો નિર્ણય લેવાયો હતો.

આ વર્ષે સરકાર નિર્ણય નહી કરે તો કોર્ટમાં જઈશું

મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝાએ જણાવ્યું હતું કે, રથયાત્રાને લઈને સરકાર દ્વારા નિર્ણય લેવામાં નહીં આવે તો ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવશે. જ્યારે ગુજરાત હાઇકોર્ટ તરફથી સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે તો સુપ્રીમ કોર્ટમાં પણ જવાની તૈયારી છે. કોરોના મહામારીને ધ્યાને રાખીને સરકારે પ્રતિબંધો સાથે કેટલીક છૂટછાટો પણ ક્યાંક આપેલી જોવા મળી રહી છે. ત્યારે ગત વર્ષે કોરોના મહામારી ખૂબ જ પ્રસરી રહી છે. જેને લઇને ગુજરાત સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો હતો તેનાથી અનેક લોકોની લાગણીઓ દુભાઈ હતી. ત્યારે આ વર્ષે સરકાર ચોક્કસ નિયમોને આધીન રથયાત્રા નીકળી શકે તેવું પ્રયોજન કરી શકે છે. રથયાત્રામાં માત્ર કેટલાક ખલાસી ભાઈઓને પરમિશન આપીને રથયાત્રા 2 તરફ પોલીસ કોર્ડન કરીને નીકાળી શકાય છે. જેથી શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા ગણતરીના કલાકોમાં પરિપૂર્ણ થઇ શકે છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે સરકાર શું નિર્ણય કરે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.