ETV Bharat / city

PUBG તથા અન્ય ગેમ્સની ચિપ્સ ખરીદવા યુવાનો નવી રીતે કરતાં હતાં છેતરપિંડી

author img

By

Published : Jul 3, 2020, 8:16 PM IST

હાલ યુવાનોમાં PUBG ગેમ રમવાનો ખૂબ જ ક્રેઝ જોવા મળે છે ત્યારે આ ગેમમાં ખરીદવામાં આવતી ચિપ્સને લઈને યુવાનો દ્વારા છેતરપિંડી કરી હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે. સાયબર ક્રાઈમેં 2 આરોપીની પણ ધરપકડ કરી છે.

PUBG તથા અન્ય ગેમ્સની ચિપ્સ ખરીદવા યુવાનો નવી રીતે કરતાં હતાં છેતરપિંડી
PUBG તથા અન્ય ગેમ્સની ચિપ્સ ખરીદવા યુવાનો નવી રીતે કરતાં હતાં છેતરપિંડી

અમદાવાદઃ રાણીપમાં રહેતા નીલેશ વાઘેલાએ ફરિયાદ નોંધાવી હતી કે તેમના પર કોઈ OTP આવ્યો નથી છતાં તેમના ખાતામાંથી 5085 રૂપિયા ઉપડી ગયાં છે.જે અંગે સાયબર ક્રાઈમેં તપાસ શરૂ કરી હતી. આ મામલે સાયબર ક્રાઈમેં ટેક્નિકલ એનાલિસિસ કરીને રિયાઝ મહીડા અને રાહુલ ગોહિલ નામના આરોપીની ધરપકડ કરી છે. ઉપરાંત સગીર વયના એક બાળકની ભૂમિકા સામે આવી છે..

આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે રીયાઝ પબજી, તીન પત્તી,રમી જેવો ગેમો રમતાં લોકોના મોબાઈલ નંબરો મેળવી અલગ અલગ વોટ્સએપ ગ્રૂપ બનાવે છે અને તે ગ્રુપમાં ગેમની ચિપ્સ અડધી કિંમતે વેચવાની જાહેરાત આપતો હતો.જે બાદ આરોપી ઓનલાઈન વેબસાઈટ પરથી ડેબિટ કાર્ડનો ડેટા ખરીદતો હતો. ખરીદેલ ડેટાનો ઉપયોગ કરી ચિપ્સ ખરીદી અડધી કિંમતે વેચી દેતો હતો.આરોપી રીયાઝ 10 ડોલરમાં 1 ડેબીટ કાર્ડનો ડેટા ખરીદતો હતો અને ડેબીટકાર્ડના ઉપયોગથી ભોગ બનનારના બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ચિપ્સ ખરીદવા ઉપયોગ કરતાં હતાં.આ નવા પ્રકારની ટેક્નિક છે જેનાથી ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવે છે હજુ અન્ય લોકો સાથે છેતરપિંડી કરી છે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.