- કોરોના સંક્રમણ હળવું થતા રેલવે દ્વારા લેવાયો નિર્ણય
- અમદાવાદ-નવી દિલ્હી રાજધાની વચ્ચે દૈનિક ટ્રેન દોડશે
- અમદાવાદ-દાદર, ભાવનગર-બાંદ્રા ટર્મિનસ અને વેરાવળ-બાંદ્રા વિશેષ ટ્રેનો થશે દૈનિક
અમદાવાદ: મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેએ આગામી સૂચના સુધી અમદાવાદ-નવી દિલ્હી રાજધાની સ્પેશિયલ, અમદાવાદ-દાદર સ્પેશિયલ, ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ અને વેરાવળ-બાંદ્રા ટર્મિનસ વિશેષ ત્રિ-સાપ્તાહિક ટ્રેનો દૈનિક ચલાવવાનો નિર્ણય કર્યો છે.
ટ્રેનોની વિગત
- ટ્રેન નંબર 02957 અમદાવાદ - નવી દિલ્હી રાજધાની સ્પેશિયલ 28 જૂન 2021 થી અને ટ્રેન નંબર 02958 નવી દિલ્હી - અમદાવાદ રાજધાની સ્પેશિયલ 29 જૂન 2021 થી દરરોજ દોડશે.
- ટ્રેન નંબર 09202 અમદાવાદ-દાદર સ્પેશિયલ 27 જૂન 2021 થી અને ટ્રેન નંબર 09201 દાદર-અમદાવાદ સ્પેશિયલ 28 જૂન 2021 થી દરરોજ દોડશે.
- ટ્રેન નંબર 02972 ભાવનગર - બાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ 29 જૂન, 2021 થી અને ટ્રેન નંબર 02971 બાંદ્રા ટર્મિનસ - ભાવનગર સ્પેશિયલ પણ 29 જૂન, 2021 થી દરરોજ દોડશે.
- ટ્રેન નંબર 09218 વેરાવળ - બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ 28 જૂન, 2021 થી અને ટ્રેન નંબર 09217 બાન્દ્રા ટર્મિનસ - વેરાવળ સ્પેશિયલ 30 જૂન, 2021 થી દૈનિક દોડશે.
આ પણ વાંચો: Gujarat Corona Updates: છેલ્લા 24 કલાકમાં 228 પોઝિટિવ કેસ નોંધાયા, 5 દર્દીના થયા મૃત્યુ
કોવિડ નિયમોનું થશે પાલન
ટ્રેનોના સ્ટોપેજ, ઓપરેટિંગ ટાઇમ, સ્ટ્રક્ચર, ફ્રિક્વન્સી અને ઓપરેશનલ દિવસોની વિગતવાર માહિતી માટે પ્રવાસીઓ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ સ્પેશિયલ ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિડ-19 ને લગતા તમામ ધોરણો અને એસઓપીનું પાલન કરવા વિનંતી કરી છે.