ETV Bharat / city

અલ્પેશ ઠાકોર સામેની રિટ કેસમાં નવો વળાંક, વકીલ કરશે તેમના જ અશીલ વિરુદ્ધ બદનક્ષીનો દાવો - Latest news of BJP

અમદાવાદ: કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કરીને ગયેલા અલ્પેશ ઠાકોર, ધવલ સિંહ ઝાલાને ચૂંટણી લડતા અટકાવવા માટે હાઇકોર્ટમાં દાખલ કરેલી રિટ મુદ્દે અરજદાર સુરેશ સિંગલે તેમના વકીલ ધર્મેશ ગુર્જર પર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સાથે મળીને દબાણ કરવાના આક્ષેપ સામે વકીલ ધર્મેશ ગુર્જરે કેસમાંથી રાજીનામુ મુકવાની અરજી બુધવારે કોર્ટ સમક્ષ રજૂ કરશે.

The writ case of Alpesh thakor
author img

By

Published : Oct 8, 2019, 11:18 PM IST

અરજદારના વકીલ ધર્મેશ ગુર્જરે જણાવ્યું હતું કે, આ કેસમાંથી રાજીનામું આપું છું. અરજદાર સુરેશ સિંગલ દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપો સામે પોલીસ કમિશ્નર કચેરીમાં ફરિયાદ દાખલ કરીશ અને ત્યારબાદ સિવિલ કોર્ટમાં સિંગલ વિરુદ્ધ બદનક્ષીનો દાવો દાખલ કરીશ.

અલ્પેશ ઠાકોર સામેની રિટ કેસમાં નવો વળાંક, વકીલ કરશે તેમના જ અશીલ વિરુદ્ધ બદનક્શીનો દાવો

સિંગલ દ્વારા ૧૧ લાખના ચેક મુદ્દે આક્ષેપ કરવામાં આવ્યો છે. એ હાઇકોર્ટમાં 4 ઓક્ટોબરના રોજ થયેલી સુનાવણીની ફી હોવાની કબૂલાત કરી હતી. પોલીસ ઈચ્છે તો અમારી મુલાકાત સ્થળ વૈષ્ણોદેવીના સીસીટીવી પણ ચેક કરાવી શકે છે. મારા પર લાદવામાં આવેલા તમામ આક્ષેપ ખોટા અને પાયાવિહોણા છે. ગુર્જરએ વધુમાં જણાવ્યું હતું કે, અરજદાર સિંગલ અવારનવાર એક રાજકીય પક્ષ વિરુદ્ધ જાહેરહિતની અરજી અને પિટીશન દાખલ કરે છે. સત્તાપક્ષના એક મોટા નેતાના ભ્રષ્ટાચારના પુરાવા રજૂ કરતી માહિતી લઈ મારી પાસે આવ્યા હતા. જોકે તેમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અરજદાર સિંગલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તેમના વકીલ ગુર્જર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સાથે મળીને દબાણ કરી રહ્યા છે. અગાઉ અરજદાર સિંગલ ના વકીલ ગુર્જરે જણાવ્યું હતું કે, તેમને આ કેસ પાછો ખેંચી લેવા, સુપ્રીમમાં ન જવા અને અલ્પેશની સીડી સોંપી દેવા બાબતે 11 કરોડ રૂપિયાની ઓફર કેટલાક અજાણીયા શખ્સો દ્વારા કરવામાં આવી હતી.

Intro:કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કરી ને ગયેલા અલ્પેશ ઠાકોર ધવલ સિંહ ઝાલાને ચૂંટણી લડતા અટકાવવા માટે હાઇકોર્ટમાં દાખલ કરેલી રીત મુદ્દે અરજદાર સુરેશ સિંગલે તેમના વકીલ ધર્મેશ ગુર્જર પર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સાથે મળીને દબાણ કરવાના આક્ષેપ સામે વકીલ ધર્મેશ ગુર્જરે કેસ માંથી રાજીનામું મુકવાની અરજી બુધવારે કોર્ટ સમક્ષ રજૂ કરશે...

Body:અરજદારના વકીલ ધર્મેશ ગુર્જરે જણાવ્યું હતું કે આ કેસમાંથી રાજીનામું આપું છું. અરજદાર સુરેશ સિંગલ દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપો સામે પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ દાખલ કરીશ અને ત્યારબાદ સિવિલ કોર્ટમાં સિંગલ વિરુદ્ધ બદનક્ષીનો દાવો દાખલ કરીશ .

સિંગલ દ્વારા ૧૧ લાખના ચેક મુદ્દે આક્ષેપ કરવામાં આવ્યો છે એ હાઇકોર્ટમાં 4થી ઓક્ટોબરના રોજ થયેલી સુનાવણીની ફી હોવાની કબૂલાત કરી હતી.. પોલીસ ઈચ્છે તો અમારી મુલાકાત સ્થળ વૈષ્ણોદેવીના સીસીટીવી પણ ચેક કરાવી શકે છે.. મારા પર લાદવામાં આવેલા તમામ આક્ષેપ ખોટા અને પાયાવિહોણા છે. ગુર્જર એ વધુમાં જણાવ્યું હતું કે અરજદાર સિંગલ અવારનવાર એક રાજકીય પક્ષ વિરુદ્ધ જાહેરહિતની અરજી અને પિટીશન દાખલ કરે છે.. સત્તાપક્ષના એક મોટા નેતાના ભ્રષ્ટાચારના પુરાવા રજુ કરતી માહિતી લઈ મારી પાસે આવ્યા હતા જોકે તેમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો..

Conclusion:ઉલ્લેખનીય છે કે અરજદાર સિંગલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમના વકીલ ગુર્જર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સાથે મળીને દબાણ કરી રહ્યા છે. અગાઉ અરજદાર સિંગલ ના વકીલ ગુર્જરે જણાવ્યું હતું કે તેમને આ કેસ પાછો ખેંચી લેવા, સુપ્રીમમાં ન જવા અને અલ્પેશની સીડી સોંપી દેવા બાબતે 11 કરોડ રૂપિયાની ઓફર કેટલાક અજાણીયા શખ્સો દ્વારા કરવામાં આવી હતી...

બાઈટ - ધર્મેશ ગુર્જર, વકીલ, હાઇકોર્ટ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.