- કોર્પોરેશનનના શિક્ષકોએ બગીચામાં ભણાવાનું શરૂ કર્યું
- મોબાઈલ ફોન, લેપટોપ અને રિચાર્જ કરાવવાના પૈસા નથી તેવા વિદ્યાર્થીઓને ભણાવાય છે
- વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે આ શિક્ષણ શરૂ કર્યું
અમદાવાદ: કોર્પોરેશન સ્કૂલમાં મોટા ભાગે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આવા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન ભણવા મટે મોબાઈલ ફોન લેપટોપ કે અન્ય ઉપકરણો હોતા નથી અને મોબાઈલ ફોન હોય તો તેમાં ઈન્ટરનેટ માટે રિચાર્જ પણ હોતું નથી જેથી આવા વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શેરી શિક્ષણ શરૂ કરવા આવ્યું હતું.
બગીચામાં ભણાવવાનું શરૂ કરવામાં આવ્યું
વિદ્યાર્થીઓને ઘરે ઘરે જઈને કોર્પોરેશન સ્કૂલના શિક્ષકો ભણાવતા હતા. જે બાદ હવે વિદ્યાર્થીઓને સારી રીતે શિક્ષણ આપી શકાય તે માટે બાગ બગીચામાં ભણાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Online Education in Corona pandamic: જાણો..ઓનલાઇન શિક્ષણ અંગે શિક્ષકો અને વિદ્યાર્થીઓના અભિપ્રાય
એક વર્ગના 12થી 15 વિદ્યાર્થીઓને જ એક સમયે બોલાવવામાં આવે
નારણપુરા પડે આવેલા પારસ નગર બસ સ્ટેશન પાછળ આવેલા કોર્પોરેશનના બગીચામાં શિક્ષકો દ્વારા નારણપુરા હિન્દી સ્કૂલના 6થી 8 ધોરણના વિદ્યાર્થીઓને ભણવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ વિદ્યાર્થીઓને સ્કૂલ પ્રમાણે જ બગીચામાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરાવીને બેસાડીને ભણાવવામાં આવે છે. એક વર્ગના 12થી 15 વિદ્યાર્થીઓને જ એક સમયે બોલાવવામાં આવે છે.
આ પણ વાંચો: મેવાલાલને બિહારના નવા શિક્ષણ પ્રધાન બનાવાતા લાલુ યાદવે નીતીશ અને ભાજપ પર કર્યા આકરા પ્રહાર
તમામ ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવે છે
નારણપુરા હિન્દી સ્કૂલના શિક્ષક ઋચિકાબેને ETV bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પહેલા પણ અમે વિદ્યાર્થીઓના ઘરે જઈને ભણાવતા હતા, પરંતુ તેમાં રૂમ નાનો હોય અને ઘરમાં બધાની હાજરી હોય તેથી ભણવવામાં તકલીફ પડતી હતી જેથી અમે વિદ્યાર્થીઓને નજીકના બગીચામાં ભણાવવા માટે પરવાનગી માગી હતી. જે મળતા 28 જૂનથી અમે 6થી 8ના વિદ્યાર્થીઓને બગીચામાં ભણાવીએ છે. અમારા 6 શિક્ષક આ કાર્યમાં જોડાયેલા છે. બગીચામાં ભણાવતા પણ તમામ ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવે છે.