ETV Bharat / city

શિક્ષકોએ કોરોનામા ડ્યુટી કરવા બદલ માનદ વેતન અને વળતર રજાની કરી માંગણી - શિક્ષક

ગયા વર્ષે કોરોના કાળમાં ડોકટર, પોલીસ ,સફાઈ કર્મચારીઓની કામગીરી હતી જ સાથે જ સરકાર દ્વારા શિક્ષકોને પણ કામગીરી સોંપવામાં આવી હતી. કામગીરી સોંપવા બદલ 150 રૂપિયા માનદ વેતન પ્રતિદિન આપવા જણાવ્યું હતું, પરંતુ 1 મહિનો આપી બાકીના સમય વેતન ન આપતા શિક્ષકોએ પત્ર લખીને માનદ વેતન અને વળતર રજાની માંગણી કરી છે.

4,200 જેટલા શિક્ષકોએ જુદી-જુદી કામગીરી કરી હતી

author img

By

Published : Apr 10, 2021, 7:33 PM IST

  • કોરોનામા ડ્યુટી કરનારા શિક્ષકો માનદ વેતનથી વંચિત
  • 150 રૂપિયા માનદ વેતન આપવાની વાત કરવામાં આવી હતી
  • 4,200 જેટલા શિક્ષકોએ જુદી-જુદી કામગીરી કરી હતી

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા કોરોનામા ડ્યુટી કરનારા શિક્ષકોને એક જ મહિનાનું માનદ વેતન આપવામાં આવ્યું છે. આશરે 4,200 જેટલા શિક્ષકોને કોવિડમાં જુદી-જુદી કામગીરી કરી હતી. તે લોકોને માનદ વેતન મળ્યું નથી.

આ પણ વાંચો: સોલા સિવિલ હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટર્સને 9 મહિનાથી માનદ વેતન ચૂકવાતા રોષ

150 રૂપિયા પ્રતિદિન ચૂકવવા કરી હતી જાહેરાત

અમદાવાદ મ્યુનિસપિલ શિક્ષક મંડળ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કોવિડ - 19 અંર્તગત માર્ચ - 2020થી મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શિક્ષકો દ્વારા જુદા-જુદા પ્રકારની કોવિડની કામગીરી કરવામાં આવી હતી. જે બદલ તેમને 150 રૂપિયા પ્રતિદિન ચૂકવવા જાહેરાત કરવામાં આવી હતી. જે પૈકીના અગાઉના 1 મહિના સુધીના નાના અમુક ઝોનમાં વેતન ચૂકવવામાં આવ્યું છે. જે બાદ કોઈને વેતન ચૂકવાયું નથી. જેથી તાત્કાલિક ધોરણે બાકીનું માનદ વેતન અને વળતર રજા પણ ચૂકવવામાં આવે.

કોરોનામા ડ્યુટી કરનારા શિક્ષકો માનદ વેતનથી વંચિત

આ પણ વાંચો: રાજકોટમાં વેતન મુદ્દે 150થી વધુ આરોગ્ય કર્મીઓ હડતાળ પર

વેતન ન મળતા શિક્ષકોમાં જોવા મળ્યો રોષ

કોવિડ -19ની મહામારી દરમિયાન મ્યુનિસિપલ શિક્ષણ બોર્ડના 4,200 જેટલા શિક્ષકોએ અલગ-અલગ પ્રકારની કામગીરી કરી હતી. જેમાં ડોર ટૂ ડોર સર્વે, રિપોર્ટ માટે લોકોને જાગૃત કરવા, દવા અંગે જાણકારી આપવી. આ પ્રકારની કામગીરી 3 મહિનાથી વધારે સમય કર્યા છતાં હજુ સુધી વેતન ન મળતા શિક્ષકોમાં રોષ જોવા મળ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.