ETV Bharat / city

હેરિટેજ સિટિ અમદાવાદના ઝૂલતા મિનારાને સમારકામની જરૂર - ઝૂલતા મિનારા

અમદાવાદમાં ઈ.સ.1430માં તૈયાર કરવામાં આવેલા ઝૂલતા મિનારાને અત્યારે સમારકામની જરૂર છે. આ મિનારા સુલતાન અહમદ શાહે પોતાની મા બીબીજી માટે તૈયાર કરાવ્યા હતા. આ ઉપરાંત હજૂ પણ પુરાતત્વના વિશેષજ્ઞ લોકો આ મિનારા પર મનોમંથન કરે છે.

ahmedabad news
ahmedabad news
author img

By

Published : Oct 19, 2020, 10:35 PM IST

  • પ્રવાસનના વિકાસ માટે સમારકામ અને સ્વચ્છતા જરૂરી
  • ઝૂલતા મિનારા આજુ-બાજુ દબાણો
  • હેરિટેજ સિટીનો દરજ્જો પામેલા શહેરની અજાયબી

અમદાવાદઃ શહેરમાં હિન્દુ, મુસ્લિમ, જૈન અને પાશ્ચાત્ય સંસ્કૃતિની અનેક વિરાસત આવેલી છે. એમાંય સૌથી આકર્ષક ઝૂલતા મિનારા સારંગપુર અને ગોમતીપુર વિસ્તારોમાં આવેલા છે. ગોમતીપુરના મિનારાનો એક ભાગ વર્ષોથી જર્જરિત છે. આ મિનારાને ધરતીકંપમાં નુકસાન થયું હતું. જેથી તેનું સમારકામ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ દેશ-દુનિયામાં નામના પામેલી આ અજાયબી જેવા સ્થાપત્ય વધુ ક્ષતિગ્રસ્ત ના થાય એ માટે ઝડપી સમારકામની જરૂર છે.

ahmedabad news
ઝૂલતા મિનારાને સમારકામની જરૂર

તાડપત્રી ઢાંકવામાં આવી

ઝૂલતા મિનારા સહિતની હેરિટેજની મોટાભાગની જગ્યાઓ હાલ ગીચ વિસ્તારોમાં આવેલી છે. ગોમતીપુરના મિનારામાં ગુંબજને તાત્કાલિક સમારકામની જરૂર છે. હાલ વરસાદનું પાણી ના ઉતરે, એ માટે તાડપત્રી ઢાંકવામાં આવી છે.

ETV BHARAT
તાડપત્રી ઢાંકવામાં આવી

ગેરકાયદે બાંધકામનો રાફડો

મિનારા, થાંભલા અને કોતરણીની જાળવણી પુરાતત્વ વિભાગની આગવી શૈલી અને સાધનો દ્વારા જ થઇ શકે એમ છે. અત્યારે પુરાતત્વ વિભાગના માહિતી આપતા પથ્થર પણ તુટેલી હાલતમાં પડ્યા છે. આ ઉપરાંત અમદાવાદની અનેક ઐતિહાસિક ઇમારતોની આસપાસ ગેરકાયદે બાંધકામનો રાફડો ફાટ્યો છે.

ETV BHARAT
ઝૂલતા મિનારા

પુરાતત્વના વિશેષજ્ઞો મિનારા પર મનોમંથન કરે

પ્રવાસનને વિકસાવવા સ્થાપત્યોના સમારકામ, સ્વચ્છતા અને સુંદરતાની જરૂર છે. શહેરના ગોમતીપુરમાં સુલતાન અહમદ શાહે પોતાની મા બીબીજી માટે ઝૂલતા મિનારા સ્થાપત્ય તૈયાર કરાવ્યું હતું. ઇ.સ.1430 દરમિયાન તૈયાર કરવામાં આવેલા આ ઐતિહાસિક સ્થળોની ઉપરના ભાગે ચઢતાં જ ઝૂલતા હોય એવો અહેસાસ થાય છે. ઝૂલતા મિનારાની એ વખતની કળા કારીગરી પર અંગ્રેજો સહિત ઘણાં તજજ્ઞોએ અભ્યાસ કર્યો હતો. આ ઉપરાંત હજૂ પણ પુરાતત્વના વિશેષજ્ઞ લોકો મિનારા પર મનોમંથન કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.