- એક વોર્ડ, ચાર કાઉન્સિલરને પડકારતી પિટિશન કરાઈ હતી દાખલ
- અગાઉ હાઇકોર્ટે પિટિશન ફગાવી હતી
- અરજદારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા
અમદાવાદ: વર્ષ 2015માં એક વોર્ડ, ચાર કાઉન્સિલરને પડકારતી પિટિશન હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. જેને નામદાર કોર્ટે ફગાવી હતી, ત્યારબાદ અરજદારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખાતાવતા સુપ્રીમ કોર્ટ ગુજરાત સરકારને જવાબ પાઠવવા માટેની નોટિસ પાઠવી હતી.
પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન રુલ્સની જોગવાઈઓને પડકારી
અરજદારે ગુજરાત પ્રોવિન્સિયન મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949, ધી ગુજરાત લોકલ ઓથોરિટીઝ લોઝ એક્ટ 2009 અને બોમ્બે પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન રુલ્સની કેટલીક જોગવાઈઓને પડકારતી પિટિશન નામદાર કોર્ટમાં કરી હતી.
જૂની સિસ્ટમથી તમામ લોકોને યોગ્ય પ્રતિનિધિત્વ નથી મળી રહ્યું
અરજદારની અરજી હતી કે, એક વોર્ડમાં એકથી વધુ સભ્યોની પદ્ધતિ ભારતભરમાં બંધ કરાઈ છે. કારણ કે આ સિસ્ટમથી તમામ લોકોને યોગ્ય પ્રતિનિધિત્વ નથી મળી રહ્યું તેમજ કાઉન્સિલરની જવાબદારી અને જવાબ્દેહી પણ નક્કી નથી હોતી. જોકે હાઇકોર્ટે અરજદારની દલીલોને માન્ય ન રાખી અરજી ફગાવી હતી.