- 7369 કરોડ રૂપિયાની વીજળી અદાણી પાવર મુન્દ્રા પાસેથી ખરીદી
- 2640 કરોડ રૂપિયાની વીજળી એસ્સાર પાવર પાસેથી ખરીદી
- 503 કરોડની વીજળી ACB ઇન્ડિયા લી. પાસેથી ખરીદી
અમદાવાદ- ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્રના બીજા દિવસે સાવરકુંડલાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા ખાનગી કંપનીઓ પાસેથી રાજ્ય સરકારે ખરીદેલી વીજળીની માહિતી માંગી હતી. જેના પ્રત્યુત્તરમાં સરકારે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં ચાર ખાનગી કંપની પાસેથી સરકારે 17,811 કરોડ રૂપિયાની વીજળી ખરીદી છે. જેમાં 7369 કરોડ રૂપિયાની વીજળી અદાણી પાવર મુન્દ્રા પાસેથી, 2640 કરોડ રૂપિયાની વીજળી એસ્સાર પાવર ગુજરાત પાસેથી, 503 કરોડની વીજળી ACB ઇન્ડિયા લી. પાસેથી ખરીદી અને 7299 કરોડની વીજળી કોસ્ટલ ગુજરાત પાવર લી. પાસેથી ખરીદાઈ છે.
યુનિટ દીઠ ચુકવણી
યુનિટ દીઠ સૌથી વધુ ભાવે અદાણી પાવર મુન્દ્રા લિમિટેડ પાસેથી સરકારે વીજળીની ખરીદી કરી છે. વર્ષ 2019-20 માં 3.82 રૂપિયા પ્રતિ યુનિટ, 2020-21 માં 3.29 રૂપિયા પ્રતિ યુનિટ, જ્યારે વર્ષ 2021-22 માટે 4.21 રૂપિયા પ્રતિ યુનિટનો ભાવ નક્કી કરાયો છે.
આ કંપનીઓ ઉપરાંત ખરીદી
આ ઉપરાંત આશરે કુલ 600 જેટલી કંપનીએ વિવિધ પ્રોજેક્ટ હેઠળ વીજળી ઉત્પાદન કરે છે. તેની સાથે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા લાંબા ગાળાના વીજ ખરીદ કરાર કરવામાં આવ્યા છે. તે પૈકી 2019-20 માં 8819 મિલિયન યુનિટ 4.86 પ્રતિ યુનિટના ભાવે, 2020 -21માં 8265 મિલિયન યુનિટ વીજળી 04.85 રૂપિયાના ભાવે અને જુલાઈ-2021 સુધી 4331 મિલિયન યુનિટ વીજળી 4.20 યુનિટમાં ભાવે ખરીદવામાં આવી છે.
આ પણ વાંચો- પ્રાથમિક શાળાઓમાં શિક્ષક ભરતીમાં ઉમેદવારોની હાલત કફોડી
આ પણ વાંચો- સરકારે ગૃહમાં પુરા પાડેલા કોરોના મૃતકોના આંકડામાં વિસંગતતા : કોંગ્રેસ