ETV Bharat / city

બીજા દિવસે ગુજરાત હાઇકોર્ટની 23 કોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થયું - બીજા દિવસે ગુજરાત હાઇકોર્ટની 23 કોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થયું

સોમવારથી ગુજરાત હાઇકોર્ટની તમામ કોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ શરૂ કરવા 17 જુલાઈએ ભારતના મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમનાએ શુભારંભ કર્યો હતો. ગઈકાલે એટલે કે સોમવારે પ્રથમ દિવસે જ હાઈકોર્ટમાં 18 કોર્ટની કામગીરીનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.

High
High
author img

By

Published : Jul 20, 2021, 10:13 PM IST

  • સતત બીજા દિવસે હાઇકોર્ટની કામગીરીનું જીવંત (live) પ્રસારણ થયું
  • ગુજરાત હાઇકોર્ટના તમામ ન્યાયાધીશોની કોર્ટનું જીવંત પ્રસારણ
  • સતત બીજા દિવસે 23 કોર્ટની કામગીરીનું જીવંત પ્રસારણ

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટ (gujarat high court) માં આજે સતત બીજા દિવસે નામદાર કોર્ટમાં થતી કામગીરીનું જીવંત પ્રસારણ થયું હતું. મહત્વનું છે કે, સોમવારથી ગુજરાત હાઇકોર્ટની તમામ કોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ શરૂ કરવા 17 જુલાઈએ ભારતના મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમનાએ શુભારંભ કર્યો હતો. ગઈકાલે એટલે કે સોમવારે પ્રથમ દિવસે જ હાઈકોર્ટમાં 18 કોર્ટની કામગીરીનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જ્યારે બીજા દિવસે 23 કોર્ટનું જીવંત પ્રસારણ કરાયું હતું.

શું કહે છે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના સેક્રેટરી?

ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશન (gujarat high court association) ના સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટે ટેલીફોનિક વાતચીત દ્વારા ETV bharatને જણાવ્યું હતું કે કોર્ટના આ પગલાને કારણે કોર્ટની કામગીરીમાં વધુ પારદર્શકતા આવશે.

આ પણ વાંચો: Gujarat High Courtએ કાયદાના વિદ્યાર્થીઓની ઓફલાઇન પરીક્ષા લેવા બાબતે Gujarat Universityને પાઠવી નોટિસ

ઘર બેઠા જ કોર્ટની કાર્યવાહીને યુટ્યુબ ઉપર નિહાળી શકે છે
લોકો કોરોનામાં સોશિયલ ડિસ્ટનસિંગને કારણે હવે કોઇપણ પાબંધી નહીં અને તેઓ ઘર બેઠા જ કોર્ટની કાર્યવાહીને યુટ્યુબ ઉપર નિહાળી શકે છે. કાયદાના વિદ્યાર્થીઓ કે જેમને કોરોના સમયે અભ્યાસક્રમ દરમિયાન પ્રેક્ટિકલ અનુભવ ન મળ્યો હોય તેમને પણ કોર્ટમાં થતી કામગીરીનું જીવંત પ્રસારણ જોઈ ઘણું બધું શીખવા મળશે.

આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી કરવા એડવોકેટ એસોસિએશનની રજૂઆત

કાર્યવાહીના જીવંત પ્રસારણના કુલ 7,229 વ્યુઝ
મહત્વનું છે કે, બે ન્યાયાધીશ સિવાય તમામ ન્યાયધીશોની કોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ યુટ્યુબ ચેનલ ઉપર થઈ રહ્યું છે. અગાઉ કોર્ટે આ માટે સર્ક્યુલર બહાર પાડ્યો હતો કે, જો કોઈપણ ન્યાયાધીશ છે તો તેમની કોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થઈ શકશે. મહત્વનું છે કે હાલ ગુજરાત હાઇકોર્ટ યુટ્યુબ ચેનલ મુખ્ય ન્યાયાધીશની કોર્ટની કાર્યવાહીના જીવંત પ્રસારણના કુલ 7229 જ્યારે અન્ય ન્યાયધીશોની કોર્ટના 1691 વ્યુઝ આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.