- 1 જૂનથી 6 જૂન સુધી આવકવેરા વિભાગનું પોર્ટલ રહેશે બંધ
- 7 જૂનના રોજ આવકવેરા વિભાગનું નવું પોર્ટલ લોન્ચ થશે
- કરદાતાઓને તત્કાલ રિફંડ, તેમજ ટેક્સ ભરવાની કામગીરી સરળ બનશે
અમદાવાદ: આવકવેરા વિભાગનું પોર્ટલ પહેલી જૂનથી 6 જૂન સુધી બંધ રહેશે. તેમજ 7 જૂનના રોજ આવકવેરા વિભાગનું નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવશે. જેમાં કરદાતાઓને મોટો ફાયદો થશે. કારણ કે મોટાભાગના કામકાજ આવકવેરા વિભાગ દ્વારા સરળ કરી દેવામાં આવશે.
નવા પોર્ટલમાં મોબાઇલ એપને પણ સ્થાન અપાયું, આંગળીને ટેરવે ગમે ત્યારે કરી શકાશે કામ
આવકવેરા વિભાગનુ પોર્ટેલ 6 દિવસ બંધ રહેતા રજિસ્ટ્રેશન, ઈમ્પોર્ટ, એક્સપોર્ટની કામગીરી, કોડ નંબરની કામગીરી ટેક્સ ફાઇલિંગ સહિતની કામગીરી બંધ રહેશે. તો સાથે સાથે પાન કાર્ડ સાથે જોડાયેલી કામગીરી જેવી કે બેન્ક ખાતુ ખોલવું, લોન લેવી, લોન ક્લિયર થવી, જેવી કામગીરીઓ બંધ રહેશે.
આ પણ વાંચો : આવકવેરા વિભાગના કર્મચારીઓની હડતાલ મોકૂફ
નવા પોર્ટલમાં મોબાઈલ એપ પણ જોડવામાં આવી
આવકવેરા વિભાગના નવા પોર્ટેલથી રિફંડની પ્રોસેસ ઝડપથી થશે. વેરો ભરવાની પ્રક્રિયા પણ સરળ બનશે અને ઝડપી બનશે. નવા પોર્ટલમાં મોબાઈલ એપ પણ જોડવામાં આવી છે. જેનાથી તમામ કરદાતાઓ હવે પોતાના આંગળીના ટેરવે તમામ કામગીરીઓ કરી શકશે. અત્યાર સુધી કોમ્પ્યુટર મારફતે તમામ કામગીરી થતી હતી, પરંતુ હવે મોબાઇલ એપથી 24 કલાકમાં ગમે ત્યારે કામગીરી કરી શકાશે.
આ પણ વાંચો : જામનગરમાં રાજકોટ ઇન્કમટેક્ષના પાંચ સ્થળે દરોડા, કરોડોની ચોરીની સંભાવના
અધિકારીઓ અને કરદાતાઓની જાણકારી એકબીજા જોઈ શકશે
આવકવેરા વિભાગમા ટેક્સ પહેલા બેન્ક એકાઉન્ટના માધ્યમથી જ કરી શકાતું હતું, પરંતુ નવા પોર્ટલમાં UPI અને ક્રેડિટ કાર્ડની પણ સુવિધા શરૂ કરવામાં આવી છે. જેનાથી કરદાતાઓને મોટો ફાયદો થશે. નવા પોર્ટલની ખાસ બાબત એ છે કે કરદાતા અને અધિકારી દ્વારા કરવામાં આવતી તમામ કામગીરી જોઈ શકાશે. કામગીરીમાં અધિકારીઓ દ્વારા વિલંબ કરવામાં આવે કે પછી કરદાતાઓ દ્વારા વિલંબ કરવામાં આવે તો તેની જાણકારી એકબીજા જોઈ શકે છે.