ETV Bharat / city

ગુમ થયેલી બાળકી 10 દિવસ બાદ માતા-પિતાને સોંપાઇ

author img

By

Published : Jan 26, 2021, 8:54 PM IST

અમદાવાદ શહેરનામાં 10 વર્ષની બાળકી ગુમથઇ હતી. પરિવાર દ્વારા આસપાસ અને અનેક જગ્યાએ તપાસ કરતા બાકી ન મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તપાસ બાદ 10 દિવસે બાળકી મળી આવી હતી.

ગુમ થયેલી બાળકી 10 દિવસ બાદ માતા-પિતાને સોંપાઇ
ગુમ થયેલી બાળકી 10 દિવસ બાદ માતા-પિતાને સોંપાઇ
  • સોલા પોલીસે ગુમ થયેલી બળકીને શોધી
  • 50 પોલીસકર્મીઓ લાગ્યા હતા તપાસના કામે
  • ડ્રોન દ્વારા પણ સર્ચ કરવામાં આવ્યું હતું

અમદાવાદઃ શહેરનામાં 10 વર્ષની બાળકી ગુમથઇ હતી. પરિવાર દ્વારા આસપાસ અને અનેક જગ્યાએ તપાસ કરતા બાકી ન મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તપાસ બાદ 10 દિવસે બાળકી મળી આવી હતી.

કેવી રીતે બાળકી ગુમ થઈ હતી?

ગત 17મી જાન્યુઆરીના રોજ સાંજે બાળકી ગુમ થયાની ફરિયાદ લઈ એક પરિવાર પોલીસ પાસે આવ્યો હતો. આ પરિવાર ખૂબ જ ગરીબ હતો. બાળકી તેના ફોઈના ઘરે હેબતપુર ખાતે આવી હતી અને ત્યાંથી ગુમ થઈ હતી. તાત્કાલિક બાળકીને શોધવા માટે પોલીસ સ્ટાફે આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી હતી.

કેવી રીતે બાળકી મળી આવી?

બાળકી ગુમ થવા મામલે પોલીસે અનેક પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી હતી અને તપાસ વધુ તેજ કરી હતી ત્યારે કલોલ નજીક આવેલા છત્રાલ ગામેથી એક વ્યક્તિનો સોલા પોલીસને ફોન આવ્યો હતો. દિવ્યાંગ રિક્ષાચાલકને બાળકી મળી હોવાનું પોલીસને જાણવા મળતા જ પોલીસ ત્યાં પહોંચી હતી. રિક્ષા ચાલકે બાળકી વાલ્મિકી સમાજની હોવાથી તેમના આગેવાનને મોકલી હતી. સોશિયલ મીડિયા થકી તેઓને સોલા વિસ્તારમાં 10 વર્ષની બાળકી ગુમ થયા અંગેની માહિતી મળી હતી, જેથી તેઓએ સોલા પોલીસને જાણ કરી હતી.આમ બાળકીનું 10 દિવસે પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.