ETV Bharat / city

UKમાં લંડનની નજીક બાથ શહેરમાં 100 કરોડના ખર્ચે નિર્માણ પામશે ભવ્ય જગન્નાથ મંદિર - જગન્નાથજી મંદિર સિટી ઓફ બાથ

UK (યુનાઈટેડ કિંગડમ )માં લંડનથી નજીક બાથ શહેરમાં અંદાજિત 100 કરોડના ખર્ચે ભવ્ય જગન્નાથ મંદિરનું નિર્માણ થશે. પાટીદારોની વૈશ્વિક સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદની ભગિની સંસ્થા શ્રી જગન્નાથ ટેમ્પલ ટ્રસ્ટ. યુકે (સિટી ઓફ બાથ)-SJT દ્વારા આ ભગીરથ કામ થઇ રહ્યું છે. લગભગ 50 વિઘાના વિસ્તારમાં સમગ્ર જગન્નાથ મંદિરનું પરિસર નિર્માણ પામશે.

UKમાં લંડનની નજીક બાથ શહેરમાં 100 કરોડના ખર્ચે નિર્માણ પામશે ભવ્ય જગન્નાથ મંદિર

author img

By

Published : Oct 21, 2020, 5:30 PM IST

  • યુકેના બાથ શહેરમાં નિર્માણ પામશે ભવ્ય જગન્નાથ મંદિર
  • 100 કરોડના ખર્ચે તૈયાર થશે મંદિર
  • 50 વીઘાના વિસ્તારમાં બનશે મંદિર

    અમદાવાદઃ યુકેમાં 100 કરોડના મંદિર નિર્માણમાં જે મૂર્તિઓનું સ્થાપન થવાનું છે તે ઓડિશાના જગન્નાથ પુરીમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીની મૂર્તિનું નિર્માણ કાર્ય સંપન્ન થયું છે. જે મૂર્તિઓનું જગન્નાથ મંદિર પુરીમાં પૂજન અર્ચન થયું હતું. ત્યારબાદ અમદાવાદમાં જગન્નાથ મંદિર ખાતે પણ પૂજન થયું છે. હાલમાં આ ત્રણેય મૂર્તિઓને વિશ્વ ઉમિયાધામ જાસપુર અમદાવાદ ખાતે પૂજાઅર્ચન અને દર્શનાર્થે રાખવામાં આવી છે.
    બાથ સિટીમાં 50 વીઘા જમીન પર 100 કરોડના ખર્ચે બનશે જગન્નાથ મંદિર

  • હજારો વર્ષ ટકે તેવી બનાવાઈ મૂર્તિઓ

    મૂર્તિઓની વિશેષતા એ છે કે, આ મૂર્તિઓ હજારો વર્ષો ટકે એવા લીમડાના લાકડામાંથી ઉડિયા કારીગરો દ્વારા બનાવાઈ છે. જે એક મૂર્તિનું લગભગ વજન 90 કિલો છે અને આ તમામ મૂર્તિઓ લંડન ખાતેના જગન્નાથ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.