ETV Bharat / city

Partial lunar eclipse: 580 વર્ષ પછી સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ 19 નવેમ્બરે, ભારતમાં નહીં દેખાય - અમેરિકન અંતરીક્ષ એજન્સી નાસા

આ સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ ( The longest Lunar eclipse) 19 નવેમ્બરે જોવા મળશે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે આ ચંદ્રગ્રહણ (Lunar eclipse) અમેરિકામાં 50 રાજ્યોમાં દેખાશે. આટલું લાબુ ચંદ્રગ્રહણ 580 વર્ષ પછી થઈ રહ્યું છે. આ આશિંક ચંદ્રગ્રહણ ( Partial lunar eclipse) 3 કલાક 28 મિનિટ અને 23 સેકન્ડ લાંબુ ચાલશે.

Partial lunar eclipse: 580 વર્ષ પછી સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ 19 નવેમ્બરે, ભારતમાં નહીં દેખાય

author img

By

Published : Nov 15, 2021, 7:22 PM IST

Updated : Nov 18, 2021, 10:42 PM IST

  • સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ
  • અમેરિકાના 50 રાજ્યોમાં દેખાશે
  • ભારતમાં દેખાશે નહીં, સૂતક પાળવાની જરૂર નથી

અમદાવાદ: શુક્રવારે રોજ દેખાનાર આંશિક ચંદ્રગ્રહણ ( Partial lunar eclipse) ભારતમાં દેખાવાનું નથી, પણ અમેરિકા (America)ના 50 રાજ્યોમાં તે દેખાવાનું છે. આ ચંદ્રગ્રહણ (lunar eclipse) 580 વર્ષ બાદ સૌથી લાંબુ ગ્રહણ થવાનું હોવાથી દુનિયાભરના કેમેરામેન તેને કેમેરામાં કેદ કરવા માટે તૈયાર બેઠા છે.

આ ચંદ્રગ્રહણને ધી માઈક્રો બીવર મૂન કહેવાય છે

અમેરિકન અંતરીક્ષ એજન્સી નાસા (American space agency NASA) અનુસાર આ ચંદ્રગ્રહણ 580 વર્ષથી સૌથી લાંબુ ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે, પણ જ્યારે અમેરિકાના લોકો ચંદ્રગ્રહણ (Partial lunar eclipse )ને નિહાળતા હશે ત્યારે તે સમયે ભારત (India)ના લાકો પોતાનું કામ કરી રહ્યા હશે. આ ચંદ્રગ્રહણને ધી માઈક્રો બીવર મૂન (The Micro Beaver Moon) કહેવાય છે. કારણ કે આ ઘરતીથી ખૂબ દૂર હોય છે.

ચંદ્રનો 97 ટકા હિસ્સો કવર કરશે

આંશિક ચંદ્રગ્રહણ ( Partial lunar eclipse ) એટલે કે જ્યારે ઘરતીનો પડછાયો ચાંદને ફકત 97 ટકા ભાગને કવર કરે છે. આ ગ્રહણ સદીનું સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ છે. આ પહેલા 2018માં એક કલાક અને 43 મિનિટનું ચંદ્રગ્રહણ થયું હતું, જ્યારે આ વખતે યોજાનારું ચંદ્રગ્રહણ 3 કલાક 28 મિનિટ અને 23 સેકન્ડ જેટલું લાંબુ રહેશે. આવી ઘટના 580 વર્ષ પછી જોવા મળી રહી છે.

ચંદ્ર લાલ રંગનો કેમ દેખાય છે?

ચંદ્રગ્રહણ ત્યારે થાય છે કે જ્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે ઘરતી આવી જાય છે. ઘરતીના પડછાયાને કારણે ચંદ્રનો પ્રકાશ જમીન પર દેખાતો નથી. ઘરતીનો પડછાયો આખા ચંદ્રને કવર કરી શકે છે અથવા તો આંશિક રીતે કવર કરે છે, જેને કારણે કયારેક ચંદ્ર લાલ રંગનો પણ જોવા મળે છે. એવું એટલા માટે થાય છે કે સૂર્યનો પ્રકાશ ધરતીના પડછાયાના ભાગ સાથે સીધી રીતે ટકરાતો નથી. તે પાછો વળીને વાયુમંડળ થઈને પસાર થાય છે. જેવા તેના લાલ અને નારંગી વેવલેન્થ ધરતીના વાયુમંડળમાં થઈને પસાર થાયછે, ત્યારે તેમાંથી લાલ રંગ સર્જાય છે, જેથી ચંદ્ર લાલ રંગનો દેખાય છે.

ચંદ્રગ્રહણ કયાં દેખાશે?

આ ચંદ્રગ્રહણ ઉત્તર અમેરિકા, પ્રશાંત મહાસાગરના દ્વીપ અને દેશ, અલાસ્કા, પશ્ચિમી યુરોપ, પૂર્વી ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને જાપાનના લોકો જોઈ શકશે. આ ચંદ્રગ્રહણનો શરૂઆતી ભાગ એટલે કે ચંદ્ર ઉગવાના સમયે થોડો નજારો પૂર્વી એશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં જોવા મળશે. તેમજ દક્ષિણ અમેરિકા અને પશ્ચિમી યુરોપના લોકો ચંદ્રગ્રહણનું પૂર્ણ સ્વરૂપ જોઈ શકશે.

ભારતીય સમય પ્રમાણે બપોરે ચંદ્રગ્રહણ થશે

આફ્રિકા, મધ્ય-પૂર્વ અને પશ્ચિમી એશિયામાં આ દુર્લભ ચંદ્રગ્રહણ દેખાશે નહીં. 19 નવેમ્બરને કાર્તિક પૂર્ણિમાએ ભારતીય સમય પ્રમાણે ચંદ્રગ્રહણ સવારે 11.30 વાગ્યાથી 5.35 સુધી રહેશે. લગભગ આખા દેશમાં આ ચંદ્રગ્રહણ દેખાશે નહીં. તેમ છતાં ભારતમાં તે અરૂણાચલ પ્રદેશ અને આસામના કેટલાક ભાગોમાં અંશતઃ દેખાશે.

દાન પુણ્ય અને મંત્ર કરી શકાશેઃ હેમિલ લાઠિયા

જ્યોતિષાર્ચાય હેમિલ લાઠિયાએ ETV Bharatને જણાવ્યું હતું કે, આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી, માટે કોઈએ સૂતક પાળવાની જરૂર નથી. હા, તે સમય દરમિયાન આપ દાન-પુણ્ય અને મંત્રસિદ્ધિ કરી શકો છો.

આ પણ વાંચો: અમદાવાદમાં રીક્ષા ચાલકોની હળતાળનું સુરસુરીયું

આ પણ વાંચો: Drug racket busted in Morbi : દુબઇ-પાકિસ્તાનથી મોરબી સુધી પહોંચી International Drug conspiracy

Last Updated : Nov 18, 2021, 10:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.