અમદાવાદ: આજના યુગમાં લગ્ન વયસ્ક યુવક અને યુવતીઓ માટે સૌથી મોટો પ્રશ્ન સારો જીવનસાથી શોધવાનો જ હોય છે. અને આજે ઘણા બધા નાના મોટા શહેરોમાં મેરેજ બ્યુરો જોવા મળી રહેતા હોય છે. તે માટે થીને યોગ્ય જીવનસાથી શોધી આપીશું એવી જાહેરાતો મેરેજ બ્યુરોની જોવા મળી રહેતી હોય છે. પરંતુ કન્યા નહીં શોધી આપવા ઉપર ગાંધીનગરના એક મેરેજ બ્યુરો સામે ફરિયાદ દાખલ કરવાનો એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે.
શું છે સમગ્ર મામલો - આ કેસની પ્રાપ્ત થતી વિગતો અનુસાર, કલોલના શંકરલાલ ગુર્જરે પોતાના દીકરા વિકાસ માટે કન્યા શોધવા માટે થઈને તેમણે જુલાઈ 2020માં સર્વજ્ઞાની મેરેજ બ્યુરોમાં 1.11 લાખ રૂપિયાની ફી ભરી હતી. પિતા અને પુત્રએ બન્ને આ મેરેજ બ્યુરોની મુલાકાત લીધી, ત્યારે મેરેજ બ્યુરો દ્વારા તેમને એક યુવતીનો ફોટો બતાવવામાં આવ્યો હતો. પુત્ર વિકાસ માટે તેને પ્રસ્તાવ મોકલવા માટે તેની મંજૂરી માગવામાં આવી હતી. પુત્ર વિકાસ અને તેના પિતાએ જ્યારે આ યુવતી વિશે વધુ વિગતો માટે આગ્રહ કર્યો હતો. એ દરમિયાન તેઓને એવું કહેવામાં આવ્યું કે, તેઓ ફોન કરીને તેમને આના વિશે જાણ કરશે. બે દિવસ પછી પણ કોઈ જવાબ ન આવતા ગુર્જરે તેમને ફોન કરીને જ્યારે યુવતી વિશે પૂછ્યું તો તેમણે જણાવ્યું કે, યુવતીનો પરિવાર શહેરની બહાર છે. તેથી તેમનો બાયોડેટા મેળવવામાં હજુ 15 દિવસ લાગશે.
મેરેજ બ્યુરોએ કોઈ જવાબ આપ્યો નહી - ઘણા બધા દિવસ થયા છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા શંકરલાલ ગુર્જર એમ ફરીથી તેમનો સંપર્ક કર્યો હતો. એ સમયે તેમને એવું કહેવામાં આવ્યું કે, જ્યારે કોઈ પણ સારી યુવતીનો બાયોડેટા મળશે ત્યારે તેમને પરિવારને જાણ કરવામાં આવશે. અમુક મહિનાઓ પછી જ્યારે મેરેજ બ્યુરોથી તરફથી તેમને ફરી બોલાવવામાં આવ્યા અને એક બીજો ફોટો બતાવ્યો ત્યારે વિકાસ અને તેમના પરિવારે આ બાબતે રસ દાખવ્યો હતો. પરંતુ તેમ છતાં પણ મેરેજ બ્યુરો તરફથી આ વખતે પણ કોઈ જવાબ મળ્યો ન હતો.
મેરેજ બ્યુરોને કાનૂની નોટિસ મોકલી હતી - એક વર્ષ વીતી ગયું હોવા છતાં પણ મેરેજ બ્યુરો તરફથી અને ફી આપ્યા પછી પણ કોઈ કામ ન થતાં શંકરલાલ ગુર્જરે મેરેજ બ્યુરોને કાનૂની નોટિસ મોકલી હતી. જેથી ગાંધીનગર ડીસ્ટ્રીક કન્ઝ્યુમર કોર્ટમાં(District Consumer Court) ફરિયાદ નોંધાવી હતી. આ મામલાને લઈને ગાંધીનગર ડિસ્ટ્રીક કન્ઝ્યુમર કમિશનરે(Gandhinagar District Consumer Commissioner) મેરેજ બ્યુરોના માલિક(Owner of Marriage Bureau) મંથન ગાંધીને નોટિસ(Gandhinagar District Consumer Notice) ફટકારી હતી, પરંતુ આ મામલે તેમણે જવાબ આપ્યો નહીં.
આ પણ વાંચો: PSI ભરતીની પરીક્ષા અંગે ઉમેદવારોનો અસંતોષ, એ બાદ કરી હાઈકોર્ટ સામે ફરિયાદ
આ બાબતને લઈને કમિશનને એવું તારણ કાઢ્યું કે, આ મેરેજ બ્યુરોએ ગ્રાહકને કોઈપણ પ્રકારની સેવા પૂરી પાડી નથી. ગ્રાહકે તેમને સંપૂર્ણ ફી ચૂકવી હોવા છતાં પણ તેમને સંતોષ આપ્યો નથી. તેથી તેઓ ક્લાઈન્ટને ફી ફરીથી આપવા માટે જવાબદાર છે. એટલું જ નહીં 9 ટકા વ્યાજ સાથે ફી પરત કરવા ઉપરાંત મેરેજ બ્યુરોએ ગ્રાહકને જે હેરાનગરી થઈ છે તેના વળતર પેટે રુપિયા 5,000 ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.