- શહેર પોલીસે મહિલા દિવસની ઉજવણી પોલીસ હેડ ક્વાર્ટરમાં કરી
- નિર્ભયા પ્રોજેક્ટના ચિહ્નનું અનાવરણ કરવામાં આવ્યું
- પોલીસ મહિલા તાલીમાર્થીઓએ કર્યું શક્તિ પ્રદર્શન
અમદાવાદ: ખરા અર્થમાં મહિલા કેટલી તાકાતવર હોય છે તે માત્ર આ કરતબ પરથી નહીં પણ મહિલા પોલીસની કામગીરી પણ સૌ કોઈએ જોઈ હશે. જેનાથી મહિલા પોલીસની તાકાત દેખાતી હોય છે. "ઈન્ટરનેશનલ વુમન્સ ડે" નિમિત્તે પોલીસ મહિલા તાલીમાર્થીઓએ જુડો-કરાટે, રેસલિંગ અને સાથે-સાથે SRT દ્વારા સ્પેશિયલ બસ હાઈજેક કરી ડેમોસ્ટ્રેશન પણ બતાવ્યું હતું. મહિલાઓએ વિવિધ ક્ષેત્રોમાં પોતાની શક્તિ પ્રદર્શન બતાવ્યું અને આંખો પર પાટા બાંધીને રાયફલની કામગીરી કરીને પણ કરતબ બતાવ્યા હતા.
કાર્યક્રમમાં પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિ
આ કાર્યક્રમમાં પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપર સુરક્ષા કવચ વધારવામાં આવશે. સરકારે થ્રી લેયર સુરક્ષાને લઈને પણ આદેશ આપ્યા છે. સ્પીડ બોટથી નદીમાં પેટ્રોલિંગ કરવાની પણ તેઓએ ખાતરી આપી, જયારે 50થી વધુ સ્કૂટર અને બે ગોલ્ડ ઘાટમાં મહિલા પોલીસ પેટ્રોલિંગ કરવાનું પોલીસે આયોજન કર્યુ.
આ પણ વાંચો: વડોદરામાં યુવતીઓની છેડતી કરતા રોમિયો મહિલા પોલીસના સકંજામાં
મહિલાઓની સુરક્ષા માટે થતી કામગીરીને લઈને ગ્રાન્ટ ફાળવવામાં આવી
જ્યારે હવે શરૂ થઈ રહેલા નિર્ભયા પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો, ભારત સરકારના સેફ સિટી પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓની સુરક્ષા માટે થતી કામગીરીને લઈને ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. કુલ આઠ શહેરોમાંથી અમદાવાદનો પણ સમાવેશ થયો છે. જેને લઇને અમદાવાદ પોલીસે નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ જે પ્રપોઝલ મૂક્યા તેને લઈને હવે શહેર પોલીસને જે ત્રણ વર્ષ માટે 220 કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ હતી, તેમાં પહેલાં વર્ષના ખર્ચ માટે 85 કરોડની ગ્રાન્ટ મળી.
આ પણ વાંચો: બિઝનેસ વિમેન વીંગ દ્વારા મહિલા દિન નિમિત્તે ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો
આવો જાણીએ શું છે નિર્ભયા પ્રોજેક્ટમાં...??
ત્રણ કોમ્પોનેન્ટ્સના 17 ભાગોમાં કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. પહેલું કામ સી સ્ક્વોડ માટે કરવામાં આવ્યું છે. પહેલો ભાગ એટલે મોબિલીટી કોમ્પોનેન્ટમાં પોલીસ 100 જેટલી નિર્ભયા વાન ખરીદવાના છે. આ વાન ટેકનોલોજી અને CCTV કેમેરાથી સજ્જ હશે. જેમાં મોબાઈલ ડેટા અને લાઈવ રેકોર્ડિંગ અને રેડલાઇટ વાયોલેશન ડિટેકશન ઉપર સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. આ વાન શહેરમાં ચાલુ કરેલી સી ટીમને ઉપયોગમાં અપાઈ છે. છેડતી જેવા બનાવ અટકાવવા 40 જેટલા ટુ વ્હીલરો ખરીદવામાં આવ્યા છે. કાંકરિયામાં જે રીતે ઇલેક્ટ્રોનિક વાહનોનો ઉપયોગ કરાય છે, તેવા વાહનો પણ ખરીદી પેટ્રોલિંગ કરવામાં આવશે. રીવર ફ્રન્ટ કે જ્યાં વધુ યુવતીઓ ફરવા આવતી હોય છે અને ત્યાં છેડતીના બનાવો બનતા હોય છે. તેના માટે સ્પીડ બોટ પણ વસાવવામાં આવશે.
બીજા ભાગની કામગીરી
બીજા કોમ્પોનેન્ટમાં ટેકનોલોજીને લગતી કામગીરી પ્રોજેકટમાં સામેલ કરાશે. જેમાં બસ સ્ટેન્ડ, રીક્ષા સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનને hotspot બનાવી ત્યાં વધુ CCTV કેમેરા મૂકાશે. જેનું મોનિટરીંગ સ્પેશિયલ કંટ્રોલ રૂમ અને સ્થાનિક પોલીસ કરશે. સિનિયર સિટીઝન મહિલાઓ માટે sos બટન મુકવામાં આવશે. રિવરફ્રન્ટ ઉપર 360 ડિગ્રીના PTC કેમેરા લગાવવામાં આવશે અને સતત પોલીસ તેની ઉપર નજર રાખશે. એક્ઝિટ એન્ટ્રી પોઈન્ટ પર ફેસ રેકગ્રાઇઝ કેમેરા લગાવાશે. જેથી કોઈ ગુનાહિત ઈતિહાસ ધરાવતા વ્યક્તિ પ્રવેશ કરે તો પોલીસ સીધી કાર્યવાહી શરૂ કરશે. લાઈફ સપોર્ટ માટે આ જગ્યા ઉપર હેલ્પ ડેસ્ક પણ મુકવામાં આવશે.
પ્રોજેક્ટનો ત્રીજો ભાગ
આ પ્રોજેક્ટનો ત્રીજો ભાગ પોલીસે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે હાથમાં લીધો છે. જેમાં અસારવા અને સોલા સિવિલમાં વન સ્ટોપ ક્રાઈસ સેન્ટર ઉભું કરવામાં આવશે. રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનોને નવા રંગરૂપ આપી ટેકનોલોજીથી સજજ બનાવાશે. જેમાં લાઈવ ચોકી બનાવવામાં આવશે અને તેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ રાખવામાં આવશે. આ ચોકીમાં સ્પેશિયલ પોલીસ તૈનાત કરાશે. જે રિવરફ્રન્ટની બંને બાજુમાં એક 1.6કિમીનો એરિયા કવર કરી મહિલાઓ સાથે બનતા બનાવોમાં એક્શન લેશે.આ પુરા પ્રોજેક્ટ માટે શહેરના બે સેક્ટરના JCP, 10થી વધુ DCP અને 15થી વધુ ACPની કમિટીને અલગ-અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે. પ્રોજેક્ટનું કામ શરૂ થઈને પૂર્ણ થવા પર છે, જ્યારે અન્ય કાર્ય અંદર વર્કિંગ પ્રોસેસ છે, જ્યારે શહેરમાં વધતા છેડતી જેવા ગુનાને રોકવા હવે આ નિર્ભયા પ્રોજેક્ટ શહેર પોલીસ માટે અગત્યનો પ્રોજેક્ટ સાબિત થયો છે અને તેનાથી વર્ષો બાદ અસામાજિક તત્વો ઉપર કેવો અંકુશ લાવી શકે છે તે પોલીસે જોવું રહ્યું.