અમદાવાદ:મેટ્રો સિટી અમદાવાદ માટે બહુઆયામી મેટ્રો રેલવે પ્રોજેક્ટ અને વિવાદોનો ગહેરો નાતો છે. ત્યાં વધુ એકવાર કોર્ટ નોટિસ સામે આવી છે. ચાંદખેડામાં કેટલાક LIG સ્કીમના ઘર છે. તે મેટ્રો રેલવે પ્રોજેક્ટની લાઈનદોરીમાં છે. તે હટાવવા સંદર્ભે મામલો કોર્ટમાં ગયો છે. આ મામલે વધુ સુનાવણી 31મી જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.
વર્ષ 2013માં ચંદખેડામાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ LIGના મકાન તૈયાર કરવામાં આવ્યાં હતાં અને ડ્રો સિસ્ટમએ 2.50 લાખ રૂપિયામાં મકાનોની ફાળવણી કરવામાં આવી હતી. જોકે 2018માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ ઠરાવ રજૂ કરતા કહ્યું કે આ સ્કીમના કેટલાક મકાન મેટ્રો રેલ પ્રોજેકટ હેઠળ અસરગ્રસ્ત થશે.
આ મુદ્દે વિરોધ સાથે સ્થાનિક લોકોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે કે એક સ્કીમ હેઠળ મકાનોની ફાળવણીની કરવામાં આવી ત્યારપછી તેમાં ફેરફાર થઈ શકે નહીં.